AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે કાર સ્ટાર્ટ કર્યા પછી તરત જ ચલાવો તો ગંભીર નુકસાન થઈ શકે? જાણો કારનું આયુષ્ય કેવી રીતે વધારવું

લોકો ઘણીવાર કાર શરૂ કર્યા પછી તરત જ ચલાવવાનું શરૂ કરી દે છે. તમે જાણો છો કે આનાથી કારને કેટલું નુકસાન થઈ શકે છે? ચાલો જાણીએ કારની એન્જિનનું આયુષ્ય કેવી રીતે વધારવું.

શું તમે કાર સ્ટાર્ટ કર્યા પછી તરત જ ચલાવો તો ગંભીર નુકસાન થઈ શકે? જાણો કારનું આયુષ્ય કેવી રીતે વધારવું
Image Credit source: TV9 Gujarati
| Updated on: Nov 11, 2025 | 2:18 PM
Share

ભારતમાં મોટી સંખ્યામાં લોકો કારનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને નથી ખબર કે તેમણે કાર શરૂ કર્યા પછી તરત જ ચલાવવી જોઈએ નહીં. આમ કરવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. આ આર્ટીકલ દ્વારા સમજો કે કારને કેવી રીતે ગંભીર નુકસાનથી અટકાવી શકાય છે.

  • એન્જિનને નુકસાન

જો તમે તમારી કાર શરૂ કર્યા પછી તરત જ ચલાવો છો, તો તે લાંબા ગાળે તમારા એન્જિનને મોટાપાય નુકસાન પહોંચાડી શકે છે. એન્જિન ઘણા નાના -મોટા પાર્ટસથી બનેલું હોય છે, તેથી, જો એક ભાગ પણ ખરાબ થઈ જાય, તો તે અન્ય પાર્ટસ ને પણ નુકસાન પહોંચાડી શકે છે.

  • તાપમાનમાં ઘટાડો

જ્યારે વાહન ચાલુ થાય ત્યારે એન્જિનનું તાપમાન ઓછું હોય છે અને એન્જિન ગરમ થવામાં 2 થી 5 મિનિટનો સમય લે છે અને જો કાર તરત જ ચલાવવામાં આવે તો એન્જિનને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડી શકે છે.

  • એન્જિન ઓઇલ રોટેટ થવામાં લાગતું સમય

જ્યારે કારને શરૂ કરો છો ત્યારે એન્જિન ઓઈલ આખા એન્જિનમાં ફરવા લાગે છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. તેથી, જો કાર શરૂ કર્યા પછી તરત જ ચલાવવામાં આવે, તો ઓઈલ એન્જિન સુધી યોગ્ય રીતે ન પહોંચવાને કારણે એન્જિનને નુકસાન થઈ શકે છે.

  • શું કરવું ?

જો તમે ઇચ્છો છો કે તમારી કારના એન્જિન લાંબા સમય સુધી કોઈ સમસ્યા વિના ચાલે, તો તમારે તેને શરૂ કર્યા પછી તરત જ ક્યારેય ચલાવવી જોઈએ નહીં. તેના બદલે, કાર શરૂ કર્યા પછી 2 થી 5 મિનિટ રાહ જુઓ અને જ્યારે કારનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ તેને ચલાવો. આ ફક્ત એન્જિનના ઘસારાને ઘટાડે છે, પરંતુ એન્જિન ઓઈલને યોગ્ય રીતે પરિભ્રમણ કરવામાં પણ મદદ કરે છે, જેનાથી એન્જિનનું જીવન વધે છે.

ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">