AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તી મળે છે TATA Punch કાર, જાણો કેટલો થશે ફાયદો

જો તમે TATA Punch કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. TATA Punchના બેઝિક મોડલને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.27 હજારનો ફાયદો થાય છે.

Cheap Car Deal : રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તી મળે છે TATA Punch કાર, જાણો કેટલો થશે ફાયદો
TATA Punch
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 2:18 PM
Share

Cheap Car Deal : લોકો વાહન ખરીદતા પહેલા તેના ફિચર (feature) વિશે ખાસ જાણતા હોય છે અને એમાં પણ આજકાલ અકસ્માતોની ઘટના વધી છે. ત્યારે પરિવાર સાથે કારમાં મુસાફરી કરતા લોકો હંમેશા એવું ઇચ્છે છે કે એવું વાહન ખરીદવું જોઈએ કે જે મજબૂત હોય. ત્યારે ઓછા બજેટમાં આવતી TATA Punch ઘણા લોકોની પસંદ હોય છે કારણ કે આ કાર બજેટમાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કાર ક્યાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Kia Seltos કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.27 હજાર સુધીનો થશે ફાયદો

જો તમે TATA Punch કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે TATA Punchના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 6.70 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની પ્રાઇસ 6.97 લાખ રૂપિયા છે. તેથી જો તમે TATA Punchનું બેઝ મોડલ લેવાનું વિચારી રહ્યા છો. તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.27 હજારનો ફાયદો થશે.

TATA Punchના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ રૂ.6.70 લાખ 

રાજસ્થાનના ઉદયપુરમાં TATA Punchના બેઝ મોડલની પ્રાઇસ 6.97 લાખ રૂપિયા

TATA Punch car

TATA Punch car

જો તમે રાજસ્થાનમાં રહો છો અને TATA Punch ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.27 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાનનું ઉદયપુર ગુજરાત બોર્ડરથી નજીક આવેલું હોવાથી તમે સરળતાથી ખરીદી શકો છો.

TATA Punchનું ટોપ મોડલ પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

TATA Punchના બેઝિક મોડલને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.27 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે TATA Punchના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. TATA Punchના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 10.56 લાખ રૂપિયા છે. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં ટોપ મોડલની પ્રાઇસ 10.98 લાખ રૂપિયા છે. તેથી જો તમે TATA Punchનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં પણ તમને રૂ.42 હજાર સુધીનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">