AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chota Udepur: બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ખાડા, વાહનચાલકો એક ખાડાને તારવે તો બીજામાં ખાબકે એવી સ્થિતિ- જુઓ Video

Chota Udepur: બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ખાડા, વાહનચાલકો એક ખાડાને તારવે તો બીજામાં ખાબકે એવી સ્થિતિ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:07 PM
Share

Chota Udepur: છોટા ઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 એટલી હદે બિસ્માર બન્યો છે કે રોડ તો દેખાઈ જ નથી રહ્યો. દેખાય છે તો માત્ર ખાડા. જો કે કહેવા માટે તો આ નેશનલ હાઈવે છે પરંતુ કોઈ ગામડાની ગલી કરતા પણ બદ્દતર હાલત આ નેશનલ હાઈવેની છે, અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જો થોડી પણ વાહન ચલાવવામાં ચૂક થાય તો વાહન પલ્ટી મારી જાય. અહીથી પસાર થવુ એટલે જીવ હાથમાં લઈને નીકળવુ.

Chota Udepur: બોડેલીથી છોટાઉદેપુર અને મઘ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 બિસ્માર હાલતમાં છે. હાઈવેના માર્ગ પર ઠેર ઠેર એવા ખાડા પડી ગયા છે કે, વાહનચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વાહનોને નુકશાન તો થઈ જ રહ્યું છે, સાથો સાથ ચાલકોના હાડકા પણ ખોખરા થઈ જાય તેવી સ્થિતિ બની છે. તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું રાજ છે. ખાસ કરીને બોડેલીથી મઘ્યપ્રદેશની બોર્ડર સુધી આવતા રેલવે બ્રિજ પરથી પસાર થવું અતિ મુશ્કેલ બન્યું છે. વાહનચાલકો એક ખાડાને બચાવે તો બીજા ખાડામાં ખાબકે એવી સ્થિતિ બની છે. માત્ર ખાડા જ નહીં રસ્તાના સળિયા પણ બહાર નીકળી ગયા છે. ત્યારે ડિસ્કો રોડના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : છોટાઉદેપુરમાં બ્રિજ જર્જરિત, લોકોની સમાર કામ કરવાની માગ

ખાડાગ્રસ્ત રેલવે બ્રિજ પરથી વાહનો ડોલતા જહાજની જેમ થઈ રહ્યા છે પસાર

જૂના અને જર્જરિત બ્રિજો પર જે ખાડા પડ્યા છે. તેને લઈ વાહનચાલકોમાં ભય ફેલાયો છે. આ રેલવે બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જે વાહનો જાણે ડોલતા જહાજો જેવા લાગી રહ્યા છે. આ બ્રિજ પર એવા ગાબડા પડ્યા છે કે તેના નીચેના સળિયા પણ દેખાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તો સળિયા છૂટા પણ પડી ગયા છે. જે જોતા વાહનચાલકોનાં ટાયરો પંચર પણ કરી શકે છે. આ સ્થિતિમાં વાહન પલટે તો મોટો આકમાત સર્જાય શકે,, તેની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિ શું તંત્રને નજરે નથી પડતી તે પણ એક મોટો સવાલ છે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા માર્ગ અને મકાન વિભાગ રસ્તાનું સમારકામ હાથ ધરે તે જરૂરી બન્યું છે.

Input Credit- Makbul Ansari- Chota Udepur

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2023 10:01 PM
g clip-path="url(#clip0_868_265)">