AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Tata Tiago કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે Tata Tiago કાર ખરીદવી છે, તો તમને આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ રૂપિયા 39 હજાર સુધી સસ્તી મળી રહી છે.

Cheap Car Deal : જો તમે Tata Tiago કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી
Tata Tiago
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:40 PM
Share

Cheap Car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી એ એક સપનું હોય છે. ત્યારે જો તમે તમારી પસંદગીની કાર ખરીદવા માટે જો યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે જો તમારે Tata Tiago કાર ખરીદવી હોય તો કઈ જગ્યાએથી ખરીદવાથી ફાયદો થશે. આ કાર તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ જગ્યાએ મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમારે Tata Tiago કાર ખરીદવી છે, તો તમને આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ રૂપિયા 39 હજાર સુધી સસ્તી મળી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાત સાથે સરહદ ધરાવે છે, તેથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Tata Tiagoનું બેઝ મોડલ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.28 હજારનો થશે ફાયદો

જો તમે Tata Tiago કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Tiago (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ 6.26 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના મુંબઈમાં આજ કારની પ્રાઇસ 6.54 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Tiagoનું બેઝ મોડલ તમે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.28 હજારનો ફાયદો થશે.

Tata Tiago કારની ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ

Tata Tiago

Tata Tiago

Tata Tiago કારની મહારાષ્ટ્રના મુંબઈમાં ઓન રોડ પ્રાઇસ

Tata Tiago

Tata Tiago

Tata Tiagoના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.39 હજારનો ફાયદો

Tata Tiagoના બેઝ મોડલને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.28 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Tata Tiagoના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Tata Tiagoના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં ઓન રોડ પ્રાઇસ 8.68 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના મુબઈમાં ટોપ મોડલની પ્રાઇસ 9.07 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Tiagoનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે તમને ગુજરાતમાંથી ખરીદવાથી રૂપિયા 39 હજાર સુધીનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">