સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસી લો, નહીંતર આવશે પસ્તાવાનો વારો

|

Jul 17, 2024 | 8:09 PM

લોકો સસ્તી કાર મળવાની આશાએ સેકન્ડ હેન્ડ કાર ખરીદે છે, બાદમાં પસ્તાવાનો વારો આવે છે. કારનો કલર હોય કે પછી કારની અંદર લગાવેલી એસેસરીઝ વિશે કોઈ તમને સાચી માહિતી આપશે નહીં. પરંતુ તમે આ બધું જાતે ચકાસી શકો છો. આ માટે તમારે કાર લેતા પહેલા આ રીતે ચેક કરવું પડશે.

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસી લો, નહીંતર આવશે પસ્તાવાનો વારો
Car

Follow us on

જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસવાનું ભૂલશો નહીં. આજકાલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ કારના નામે બે વાહનોનું બોડી જોડીને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

લોકો સસ્તી કાર મળવાની આશાએ સેકન્ડ હેન્ડ કાર ખરીદે છે, બાદમાં પસ્તાવાનો વારો આવે છે. આ કાર બજારમાં એવી રીતે વેચાય છે કે જાણે તે એકદમ નવી હોય. પરંતુ કારનો કલર હોય કે પછી કારની અંદર લગાવેલી એસેસરીઝ વિશે કોઈ તમને સાચી માહિતી આપશે નહીં. પરંતુ તમે આ બધું જાતે ચકાસી શકો છો. આ માટે તમારે કાર લેતા પહેલા આ રીતે ચેક કરવું પડશે.

આ ચાર બાબતો તપાસવી જરૂરી

કારનો દરવાજો ખોલો અને તેના પરથી રબર દૂર કરો અને જો તેની નીચે પંચિંગના હોલ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે કારનો તે બાજુ અકસ્માત થયેલો હશે. એ જ રીતે ચારેય દરવાજાનું રબર કાઢીને ચેક કરી શકો છો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કારના નટબોલ્ટનો રંગ

આ સિવાય કારનું બોનેટ ખોલો અને જો બોનેટની બરાબર નીચે આવેલા નટબોલ્ટનો રંગ બોડી સાથે મેળ ખાતો નથી, તો તેનો અર્થ એ કે બોનેટ રીપેર કરવામાં આવ્યું છે. મતલબ કે કોઈ સમયે કાર આગળથી અથડાઈ છે અથવા અકસ્માત થયો છે.

એન્જિન તપાસો

એન્જીન તપાસવા માટે એન્જીન ડીપસ્ટીકની મદદ લો કાર સ્ટાર્ટ કરો અને ડીપસ્ટીકને એન્જીનમાં નાંખો. જો ઘણું સ્પ્લેટર બહાર આવી રહ્યું છે, તો તેનો અર્થ એ કે કારનું એન્જિન રીપેર કરવામાં આવ્યું છે.

ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન આ બાબત ધ્યાન રાખો

સેકન્ડ હેન્ડ કાર સાથે ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન કારને આડાઅવળી ચલાવો, જો આ દરમિયાન કારમાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવે તો તેનો અર્થ એ કે આ કાર ખરીદવી એ ખોટનો સોદો છે.

Next Article