કાર હો તો ઐસી : આ કારનો લુક અને ફીચર્સ જોઈ થઈ જશો દિવાના, જુઓ વીડિયો
કાર હો તો ઐસી: આ કારમાં અગાઉના મોડલની સરખામણીમાં એક્સટીરિયરમાં સાામન્ય અપડેટ્સ મળે છે. બમ્પર સ્પોર્ટી લાગે છે, ગ્રિલ થોડી મોટી છે, હેડલેમ્પ્સ સ્લીક છે અને એલઈડી ડીઆરએલ નવા છે. સાઈડમાં નવા 18 ઈંચના એલોય વ્હીલ્સ અને ફ્લશ સિટિંગ ડોર હેન્ડલ્સ છે. પાછળના ભાગમાં નવા રેપરાઉન્ડ એલઈડી ટેલ લેમ્પ્સ છે.
કાર હો તો ઐસી: બીએમડબલ્યૂ એક્સ1 એસયુવી કાર પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન અને બે વેરિઅન્ટ – એક્સ લાઈન અને એમ સ્પોર્ટમાં ઉપલબ્ધ છે. બીએમડબલ્યૂ એક્સ1 એસયુવીની કિંમતો 45.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 47.90 લાખ રૂપિયા સુધી જાય છે. બીએમડબલ્યૂ એક્સ1 એસયુવી 18ડી એમ સ્પોર્ટ 1,995 સીસી, 4 સિલિન્ડર, ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. તે 145 બીએચપી અને 360 એનએમનું પીક ટોર્ક આઉટપુટ ઉત્પન્ન કરે છે.
આ કાર 8.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. બીએમડબલ્યૂ ની આ કાર 9.2 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. બંને એન્જિન 7 સ્પીડ સ્ટેપટ્રોનિક ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન તરીકે સાથે આવે છે.
અગાઉના મોડલની સરખામણીમાં એક્સટીરિયરમાં સાામન્ય અપડેટ્સ મળે છે. બમ્પર સ્પોર્ટી લાગે છે, ગ્રિલ થોડી મોટી છે, હેડલેમ્પ્સ સ્લીક છે અને એલઈડી ડીઆરએલ નવા છે. સાઈડમાં નવા 18 ઈંચના એલોય વ્હીલ્સ અને ફ્લશ સિટિંગ ડોર હેન્ડલ્સ છે. પાછળના ભાગમાં નવા રેપરાઉન્ડ એલઈડી ટેલ લેમ્પ્સ છે.
અહીં જુઓ વીડિયો
નવી બીએમડબલ્યૂ એક્સ1માં હવે નવી વક્ર ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે નવી એક્સ7 અને 7 સિરીઝ જેવા મોડલમાં જોવા મળે છે. ડેશબોર્ડમાં હવે સ્લિમર એસી વેન્ટ્સ છે અને એકંદર કેબિન વધુ અપ માર્કેટ લાગે છે. હોલ્સ્ટરીઝમાં સેન્સટેક પોર્ફોરેટેડ મોચા અને સેન્સટેક પોર્ફોરેટેડ ઓઈસ્ટરનો સમાવેશ થાય છે.
બીએમડબલ્યૂ એસયુવીને 5 એક્સટીરિયર પેઈન્ટ સ્કીમમાં ઉપલબ્ધ છે. જેમાં આલ્પાઈન વ્હાઈટ, સ્પેસ સિલ્વર, ફાયટોનિક બ્લુ, બ્લેક સેફાયર અને એમ પોર્ટિમાઓ બ્લુ રંગોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કારમાં છે 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો