કાર હો તો ઐસી: આ કારમાં છે 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન! જુઓ વીડિયો
કાર હો તો ઐસી: જર્મનીની પ્રખ્યાત લક્ઝરી કાર નિર્માતા કંપની બીએમડબલ્યૂની એમ2 કૂપ કારની અંદાજિત કિંમત 98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. જર્મન ઓટો જાયન્ટ તેની M2 પરફોર્મન્સ કારમાં 3.0 લિટર ઈન લાઈન 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન ઓફર કરે છે, જે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.
કાર હો તો ઐસી: બીએમડબલ્યૂની એમ2 કારમાં નવા યુગની કિડની ગ્રિલ જોવા મળે છે જે હોરિઝોનેટલ સ્લેટ્સ સાથે આવે છે. ગ્રિલ ત્રણ વિભાગના ફ્રન્ટ એપ્રોનની ઉપર બેસે છે. વિશાળ ઓપનિંગ્સ વિવિધ પાવરટ્રેન કમ્પોનેટ્સ અને બ્રેક્સ માટે કૂલિંગ ક્ષમતા પણ પ્રદાન કરે છે. પાછળના ભાગમાં નવી બીએમડબલ્યૂ એમ2 માં બોલ્ડ બમ્પર, આક્રમક ડિફ્યુસર અને ક્વાડ એક્ઝોસ્ટ પાઈપ્સ છે. સ્પોર્ટ્સ કાર 19/20 ઈંચના એલોય વ્હીલ્સ પર ચાલે છે.
જર્મનીની પ્રખ્યાત લક્ઝરી કાર નિર્માતા કંપની બીએમડબલ્યૂની એમ2 કૂપ કારની અંદાજિત કિંમત 98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. જર્મન ઓટો જાયન્ટ તેની M2 પરફોર્મન્સ કારમાં 3.0 લિટર ઈન લાઈન 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન ઓફર કરે છે, જે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.
બીએમડબલ્યૂ એમ2 એ પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ બે દરવાજાવાળી 4 સીટર સ્પોર્ટ્સ કાર છે, જે રૂપિયા 1 કરોડથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. બીએમડબલ્યૂ કૂપેના ફીચર્સ વિશે વાત કરીએ તો તેનું એન્જિન 453 એચપીનો મહત્તમ પાવર અને 550 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે સૌથી ઝડપી સ્પોર્ટ્સ કારમાંથી એક છે, જે માત્ર 4.1 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. એમ2 ડ્રાઈવર્સ પેકેજ 285 કિલોમીટર પ્રતિ કલાકની ઈલેક્ટ્રોનિકલી લિમિટેડ ટોપ સ્પીડ સાથે કારના પ્રદર્શનને પણ વધારે છે.
અહીં જુઓ વીડિયો
ટ્રાન્સમિશન માટે બીએમડબલ્યૂનું 8 સ્પીડ એમ સ્ટેપટોનિક ગિયરબોક્સ તમામ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. એમ2 ત્રણ ડ્રાઇવ મોડ સાથે આવે છે, જેમાં કમ્ફર્ટ, સ્પોર્ટ્સ અને ટ્રેકનો સમાવેશ થાય છે. એન્જિન આઉટપુટ એફિશિયન્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ જેવા મોડ્સ સાથે પણ બદલાવ થઈ શકે છે.
ઈન્ટીરિયરમાં એમ બેજિંગ અને ચારે બાજુ આકર્ષક એલિમેન્ટસ્ સાથે સ્પોર્ટી કેબિન છે. સૌથી મોટું આકર્ષણ ડ્યુઅલ વક્ર ડિસ્પ્લે છે જેમાં 12.3 ઈંચ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 14.9 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે.
સેફટી ફીચર્સ વિશે વાત કરીએ તો, બીએમડબલ્યૂ એમ2માં ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્ટેબિલિટી કંટ્રોલ, એમ ડાયનેમિક મોડ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ડાયનેમિક બ્રેક કંટ્રોલ જેવી સુવિધાઓ છે. ડ્રાય બ્રેકિંગ ફંક્શન અને એક્ટિવ એમ ડિફરન્સિયલ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કારમાં લોગો ગોલ્ડમાં બનાવવામાં આવ્યો છે! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો