Dhinal Chavda |
Jan 17, 2025 | 5:13 PM
ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો મર્સિડીઝ-બેન્ઝની લક્ઝરી અને ટેક્નોલોજી નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ છે. આ ઇવેન્ટ ડિઝાઇન અને નવીનતાના નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.
મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા આગામી ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 (ઓટો એક્સ્પો 2025)માં તેની આધુનિક અને ટકાઉ ઓટોમોટિવ નવીનતાઓનું પ્રદર્શન કરવા જઈ રહી છે. ઇવેન્ટની વિશેષતા તેમના કોન્સેપ્ટ CLA ક્લાસ છે. જે 2023માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હવે તે ભારતમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ 17 થી 22 જાન્યુઆરી 2025 દરમિયાન ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાશે.
કોન્સેપ્ટ CLA ક્લાસ મર્સિડીઝના નેક્સ્ટ જનરેશન CLA મોડલનો આધાર હશે. તે પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે. આ કારને મર્સિડીઝ મોડ્યુલર આર્કિટેક્ચર (MMA) પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.
ઇલેક્ટ્રિક વેરિઅન્ટ: 85 kWh બેટરી પેક સાથે 268 bhp પાવર જનરેટ કરતી રીઅર-એક્સલ મોટરથી સજ્જ હશે. તે 750 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે.
પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટઃ તેમાં 1.5-લિટર ફોર સિલિન્ડર એન્જિન હશે. જે 134 bhp, 161 bhp અને 188 bhpના પાવર આઉટપુટ વિકલ્પો પ્રદાન કરશે.