દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમણે રમાદેવી મહિલા મહાવિદ્યાલય, ભુવનેશ્વરમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેમના પતિ અને બે પુત્રોનું અવસાન થયું છે. જ્યારે તેમને ઇતિશ્રી મુર્મૂ નામની પુત્રી પણ છે. મુર્મૂએ પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 1997માં તેમણે રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

2009 માં, મુર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી બે વખત ધારાસભ્ય હતા. આ સિવાય મુર્મૂ ઓડિશાની બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકારમાં 2000 થી 2004 દરમિયાન વાણિજ્ય, પરિવહન અને પછી મત્સ્ય અને પશુ સંસાધન વિભાગના પ્રધાન હતા.

2015માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવી હતી. ભાજપે તેમને NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા અને આ ચૂંટણી જીત્યા બાદ તેમણે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

 

 

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોહન બોપન્ના સહિત 4 ભારતીય ખેલાડીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર ભારતીય ખેલાડીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. રોહન બોપન્ના, સતેન્દ્ર સિંહ લોહિયા, હરબિંદર સિંહ અને પૂર્ણિમા મહતોને રમતગમતના ક્ષેત્રમાં તેમના સર્વોચ્ચ પ્રદર્શન માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Padma Award : રાષ્ટ્રપતિ મુર્મૂએ વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને પદ્મ પુરસ્કાર કર્યો અર્પણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી હસ્તીઓને એવોર્ડ આપ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ભજન-ગાયક કાલુરામ બામણિયા, જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી સહીતની હસ્તીઓએ એવોર્ડ મેળવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી બન્યા ભારત રત્ન, રાષ્ટ્રપતિએ ઘરે જઇને આપ્યું સન્માન, PM મોદી પણ આવ્યા તેમની સાથે

વરિષ્ઠ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન કર્યો એનાયત

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. ચૌધરી ચરણ સિંહ વતી તેમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ સાથે તેમની પુત્રી નિત્યા રાવે સ્વામીનાથન વતી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.

‘જન ઔષધિ પરિયોજના’ એ કરોડો લોકોને આપ્યું નવજીવન – ડૉ. મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જનઔષધી કે અગ્રદૂત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ અંગે વાત કરવામાં આવી છે.

One Nation One Election: ‘જો સરકાર પડી જશે તો બાકીની મુદત માટે ચૂંટણી યોજાશે’, સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો

આ સમિતિની રચના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ પગલું ચોંકાવનારું છે.

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">