મહિલાઓ માટે બનેલો છે આ ખાસ કાયદો, પણ મહિલાઓ જ આ કાયદાથી છે અજાણ
ભારતમાં પરિણીત મહિલાઓના અધિકાર અંગેનો એક એવો કાયદો કે જેના વિશે મોટાભાગના લોકોને ખબર નથી. શું લગ્ન પછી પણ સ્ત્રી પોતાની મિલકત પર પોતાનો હક માંગી શકે કે નહીં ? હવે આ સવાલનો જવાબ ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય પરંતુ ભારતમાં એક એવો કાયદો છે કે જે પરિણીત મહિલાઓને નાણાકીય સુરક્ષાનું વચન આપે છે.

ભારતમાં પરિણીત મહિલાઓના અધિકાર અંગેનો એક એવો કાયદો કે જેના વિશે મોટાભાગના લોકોને ખબર નથી. શું લગ્ન પછી પણ સ્ત્રી પોતાની મિલકત પર પોતાનો હક માંગી શકે કે નહીં ? હવે આ સવાલનો જવાબ ઘણા લોકોને કદાચ નહીં ખબર હોય પરંતુ લગભગ 150 વર્ષથી ભારતમાં એક એવો કાયદો છે, જે પરિણીત મહિલાઓને નાણાકીય સુરક્ષાનું વચન આપે છે. આ કાયદાનું નામ “Married Women’s Property Act,1874” છે. જેને આપણે ટૂંકમાં “MWP Act” તરીકે ઓળખીએ છીએ.
ઘણીવાર લાઈફ ઈન્સ્યોરન્સ અને પ્રોપર્ટીની ચર્ચામાં આ “MWP Act” છુપાઈ જાય છે. જો કે, આ MWP Act સ્ત્રીઓ માટે એક સાઇલેન્ટ ગેરંટી છે કે જે કંઈ તેમનું છે તે તેમનું જ રહેશે. આ કાયદો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
શું છે ‘Married Women’s Property Act’નો ખરો ફાયદો?
જણાવી દઈએ કે, આ કાયદાની રજૂઆત પહેલા પરિણીત મહિલાઓને તેમની મિલકત કે તેમની કમાણી પર કોઈ સ્વતંત્ર અધિકાર મળતો નહોતો. પહેલા એવું હતું કે, જો પતિ દેવામાં ડૂબી જાય અથવા તેના પર કોઈ મુશ્કેલી આવે તો પત્નીની બધી મિલકત તેમાં જ જતી રહેતી હતી. જો કે, આ MWP એક્ટ આવ્યા પછી ઘણા બધા બદલાવ જોવા મળ્યા.
MWP એક્ટ (Married Women’s Property Act) પ્રમાણે, જો કોઈ મિલકત પરિણીત મહિલાના નામે હોય અને એ મિલકત તેને વારસામાં મળી હોય, ભેટમાં મળી હોય કે પોતાની કમાણીથી ખરીદેલી હોય તો એ મિલકત સંપૂર્ણપણે મહિલાની જ રહેશે. એટલે કે, લગ્ન પહેલા કે પછી મળેલી મિલકત, આવક કે રોકાણ પર પતિ કે પરિવારનો કોઈ અધિકાર નહીં હોય. ભલે પતિએ લોન લીધી હોય અથવા ધંધામાં નુકસાન થયું હોય પણ કોઈ પત્નીની મિલકતમાં ભાગ પડાવી શકે નહી. આ કાયદો કાનૂની ફાયરવોલની જેમ કામ કરે છે અને મહિલાની ફાઇનાન્સિયલ સેફટી રક્ષણ કરે છે.
લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાનિંગમાં MWP કાયદાની તાકાત
લાઈફ ઈન્સ્યોરન્સમાં MWP એક્ટનો મહત્તમ ઉપયોગ જોવા મળે છે. જો કોઈ પુરુષ પોતાના નામે લાઈફ ઈન્સ્યોરન્સ ખરીદે છે અને પોલિસી લેતી વખતે MWP એક્ટ લાગુ કરે છે, તો તેની પત્ની અને બાળકો તે પોલિસીના લાભાર્થી બને છે. ખાસ વાત, આ પોલિસીની રકમ પર કોઈપણ લેણદાર, કોર્ટ વિવાદ કે પરિવારના કોઈ સભ્યનો હક બનતો નથી. આ પોલિસી એક ટ્રસ્ટ જેવી બની જાય છે, જેને ફક્ત લાભાર્થી એટલે કે પત્ની કે બાળકોની સંમતિ વગર ન તો ગીરવે મૂકવી શકાય, ન ટ્રાન્સફર કરી શકાય અને ન તો સરેન્ડર કરી શકાય.
MWP એક્ટ માટે એપ્લાય કેવી રીતે કરવું?
MWP એક્ટ ફક્ત નવી લાઈફ ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે જ લાગુ કરી શકાય છે. આ એક નાનકડું પગલું તમારી પત્ની અને બાળકો માટે ફાઇનાન્સિયલ સિક્યોરિટીનું કામ કરી શકે છે. મહિલાઓના નાણાકીય હક્કોની વાત કરીએ ત્યારે MWP કાયદો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ કાયદો પરિણીત મહિલાને પોતાની સંપત્તિ પર સંપૂર્ણ હક આપે છે.
