AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : આજે પણ સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘ, આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે

આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જો કે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં ઓરેન્જ, 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આજનું હવામાન : આજે પણ સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘ, આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે
| Updated on: Jul 28, 2025 | 11:19 AM
Share

આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યુ છે. વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાંડવ મચાવ્યો હતો. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ

આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .

જો કે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં ઓરેન્જ, 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ 1 ઓગસ્ટથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

જાણો આજે કયાં 3 જિલ્લામાં રેડ એલર્ટ

આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નદી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં ?

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો તો આગામી 5 દિવસ માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરાઈ છે.

યલો એલર્ટ કયા જિલ્લામાં ?

રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

મેઘ તાંડવ જોવા મળશે !

જૂન અને જુલાઇમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે. ત્યારે લાગી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજાનો તોફાની મિજાજ જોવા મળી શકે છે આગામી 7 દિવસ વરસાદનો મજબૂત માહોલ જોવા મળશે. સાથે જ હવામાન વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં 29 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">