આજનું હવામાન : ડિસેમ્બરના પ્રારંભે જ કડકડતી ઠંડીની શરુઆત, જાણો હવામાન વિભાગની આગાહી
નવેમ્બરનો અંત થઇ રહ્યો છે પણ ગરમીનો અંત થતો નથી..લોકો ઠંડીની રાહ જોઇ રહ્યાં છે. જો કો હવે વાતાવરણમાં ફેરફારના સંકેતો મળી રહ્યાં છે..આગાહી મુજબ લાગી રહ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે..જુઓ શું છે હવામાન વિભાગની અને આગાહીકારની આગાહી.

નવેમ્બરનો અંત થઇ રહ્યો છે પણ ગરમીનો અંત થતો નથી..લોકો ઠંડીની રાહ જોઇ રહ્યાં છે. જો કો હવે વાતાવરણમાં ફેરફારના સંકેતો મળી રહ્યાં છે..આગાહી મુજબ લાગી રહ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે..જુઓ શું છે હવામાન વિભાગની અને આગાહીકારની આગાહી.
રાજ્યમાં ‘ઠંડી ગાયબ’ તેવો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડી કરતા ગરમીનું વધ્યુ પ્રમાણ છે. દક્ષિણ-પૂર્વથી પૂર્વ દિશામાંથી આવતાં ગરમ પવનો અને હવામાં વધેલા ભેજને કારણે તાપમાન ઉંચું છે. પણ આજથી ઉત્તર-પશ્ચિમી પવન શરૂ થતાં તાપમાન ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ઠંડીનો ચમકારો થઇ શકે છે. તાપમાનમાં ઘટાડો આવતા ઠંડી અનુભવાશે.
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને આગાહી આપી છે કે આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે. 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી આપવામાં આવી છે. આ દિવસો દરમિયાન વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે.
હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 3 ડિસેમ્બર પછી ઠંડીનો સારો એવો અનુભવ થવાની શરૂઆત થઇ જશે..ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચુ આવવાની શક્યતા હોવાથી પંચમહાલ, મહિસાગર, સાબરકાંઠામાં ઠંડીમાં વધારો થશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર વધશે..આ તરફ સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં પણ ઠંડીનો દોર આવશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
વધુ એક વાર માવઠાની આગાહી-અંબાલાલ પટેલ
તાપમાન ગગડવાની સાથે ફરીવાર કમોસમી વરસાદની આફત આવે તેવી પણ આગાહી કરાઈ છે. 5 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે. તો આવનારા દિવસોમાં હવામાનમાં બદલાવ આવશે..જેમા ઠંડીની સાથોસાથ કમોસમી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.
