Monsoon 2023 : આજે વરસાદનું રેડ એલર્ટ, જૂનાગઢ અને નવસારીમાં આવેલા પૂર જેવી થઇ શકે છે સ્થિતિ, આ સાવચેતી રાખજો, જૂઓ Video
હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી અનુસાર આજે પણ વરસાદનું જોર યથાવત્ રહેશે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યુ છે.
Monsoon 2023 : ગુજરાતમાં ગત સપ્તાહમાં જૂનાગઢ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદે (Rain) પૂરની સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ. આ સિવાય અન્ય શહેરોમાં પણ વરસાદથી તારાજી સર્જાઇ હતી. જો કે હજુ પણ વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી અનુસાર આજે પણ વરસાદનું જોર યથાવત્ રહેશે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યુ છે. તો પૂરની સ્થિતિમાં સાવચેતી રાખવા માટે ગુજરાત સરકાર અને હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જે મુજબ રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. રેડ એલર્ટવાળા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યુ છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે. સાથે જ દ્વારકા અને પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે. તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
શું સાવચેતી રાખશો ?
- ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહો
- વીજ કરંટથી બચવા વીજળીના થાંભલા અને જમીન પર પડેલા વીજ વાયરોથી દૂર રહો
- ઉકાળેલુ જ પાણી પીવો અથવા પાણીને જંતુમુક્ત કરી પીવો
- આસપાસની જગ્યાને જંતુમુક્ત રાખવા ચૂનો અને બ્લિચિંગ પાવડરનો છંટકાવ કરો
- બાળકોને ભૂખ્યા ન રાખો
- તાજો રાંધેલો અને સૂકો ખોરાક ખાવ, ખોરાકને ઢાંકીને રાખો
સ્થળાંતર કરવાનું થાય ત્યારે આ કામ કરવુ
- લોકો અને પશુઓ સલામત આશ્રય લઇ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરો
- ઘરને તાળુ મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચો
- પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખે
- કપડા, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો વગેરેને વોટરપ્રૂફ પેકિંગમાં બાંધી સાથે રાખો
- ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગરેને પલંગ કે ટેબલ ઉપર ઊંચે મુકી રાખો
- ઘર છોડતા પહેલા વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર બંધ કરો
- અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો