ગુજરાતના હરીયાળા પાટનગરમાં દિવસ-રાત્રીના તાપમાને મચાવ્યો કહેર, રાજ્યની સૌથી વઘુ ગરમી નોંધાઈ

|

Mar 29, 2024 | 8:35 PM

માર્ચ મહિનાના અંતે જ ગુજરાતમાં ગરમીએ કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના સૌથી હરીયાળા શહેર એવા ગાંધીનગરમાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે, રાજ્યમાં દિવસના મહત્તમ તાપમાનના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ રાત્રીના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે.

ગુજરાતના હરીયાળા પાટનગરમાં દિવસ-રાત્રીના તાપમાને મચાવ્યો કહેર, રાજ્યની સૌથી વઘુ ગરમી નોંધાઈ

Follow us on

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન આગળ વધીને દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આજુબાજુમાં સર્જાયેલ છે. જેના પગલે, ગુજરાતમાં આજે દિવસના મહત્તમ તાપમાનના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. જો કે સમગ્ર રાજ્યમાં સૌથી વઘુ ગરમી પાટનગર ગાંધીનગરમાં નોંધાઈ છે. ગુજરાતના હરીયાળા પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ અટક્યો છે. જો કે ગાંધીનગરમાં રાત્રીના તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતા 3.9 ડિગ્રી વધુ છે.

અમદાવાદ શહેરમાં દિવસનુ મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં રાત્રીનું તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ નોંધાયું છે. વડોદરા શહેરમાં મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાત્રીનુ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ છે.

સોરાષ્ટ્રમાં પણ તાપમાનનો પારો ઉચકાયેલો રહ્યો છે. ભાવનગરમાં આજે ગરમીનું પ્રમાણ 37.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાત્રીનું તાપમાન સામાન્ય કરતા 4.6 ડિગ્રી વધુ એટલે કે 27.8 ડિગ્રી નોંધાયું છે. જામનગરમાં તાપમાન 30.7 ડિગ્રી નોંધાયુ છે. પોરબંદરમાં દિવસનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં દિવસનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં પાછલા બે દિવસ દરમિયાન ગરમીએ કહેર વરસાવ્યો હતો. જો કે, આજે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ગગડ્યો હતો. સુરેન્દ્રનગરમાં ગરમીનુ પ્રમાણ 38.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળમાં 33.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે. કચ્છના ભૂજમાં ગરમીનુ પ્રમાણ 36.7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં દિવસનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો સામાન્ય રહ્યો છે. સુરતમાં દિવસના મહત્તમ તાપમાનનો પારો 37.2 ડિગ્રી રહ્યો છે. જ્યારે સુરતમાં રાત્રીનું તાપમાન 25.4 ડિગ્રી રહ્યું છે. જે સામાન્ય કરતા 2.8 ડિગ્રી વધુ છે. વલસાડમાં ગરમીનો પારો 34.4 ડિગ્રીએ અટક્યો છે. તો છોટા ઉદેપુરમાં આજે 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. દાહોદમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં આજ 29-03-2024નું મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

અમદાવાદ 39
અમરેલી 39.4
વડોદરા 39.4
ભાવનગર 37.3
ભૂજ 36.7
છોટા ઉદેપુર 36
દાહોદ 36.1
ડીસા 38
ગાંધીનગર 40.2
જામનગર 30.7
નલિયા 32.5
પોરબંદર 34.6
રાજકોટ 38.7
સુરત 37.2
સુરેન્દ્રનગર 38.8
વલસાડ 34.4
વેરાવળ 33.3

 

 

Next Article