Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાકમાં 22 જિલ્લાના 87 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે. તો નવસારીના (Navsari ) ગણદેવીમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો- Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video
નવસારી અને ખેર ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 112 અને ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં 65 ટકા અને મધ્ય ગુજરાતમાં 35 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 38 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત દાહોદમાં વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સ્ટેશન રોડ, મંકોડિયા, ટીગરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં ભારે વરસાદથી કાવેરી નદીમાં ભરપૂર પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
કાવેરી નદી પર પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં હતા. આ તરફ વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દાહોદના લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદથી હડફ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.
દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને છોટાઉદેપુરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે રોષ વ્યકત કર્યો. કવાંટ તાલુકામાં કોચવડ ગામ નજીકથી પસાર થતા દુધવલ કોતરમાં પાણી ભરાતા મધ્યપ્રદેશ તરફ જતા લોકો અટવાયા.
નર્મદાના ડેડિયાપાડામાં ભારે વરસાદથી નિનાઇ ધોધ જીવંત બન્યો છે. ભાવનગરના મહુવા શહેર અને આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાર્ડન રોડ, વાસી તળાવ, એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ પડયો. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો