Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video

Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 8:36 AM

ભાવનગર SOG પોલીસે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ડમીકાંડમાં સંડોવાયેલ 61 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા 61 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

Bhavnagar : રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ભાવનગર SOG પોલીસે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ડમીકાંડમાં સંડોવાયેલ 61 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા 61 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. જેને લઈ કોર્ટ પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Bhavnagar : મહુવાના ભાદરોડ ગામ પાસે નદીમાં ઘોડાપૂર આવ્યું, જુઓ Video

યુવરાજે શરદ પનોત પાસે પૈસા માગ્યા હોવાનો લગાવ્યો આક્ષેપ

શરદ પનોત પર મિલન બારૈયાને ફસાવવાના લાગેલા આરોપોને પણ જવાબ શરદ પનોતની પત્ની મીનાબેને રદિયો આપ્યો હતો. શરદ પનોતની પત્ની મીનાબેને દાવો કર્યો છે કે શરદે ક્યારેય મિલન બારૈયા ઉપયોગ કર્યો નથી. મીનાબેનનો દાવો છે કે મિલનની સ્કૂલ અને ટ્યુશનની ફી શરદ પનોત ભરતો હતો. ડમીકાંડ માટે તેનો કોઈ ઉપયોગ કર્યો હશે તો તેની પાછળ પણ કોઈ ઉદ્દેશ્ય હશે. મીના પનોતે યુવરાજસિંહ સામે નામ ન લેવા માટે પૈસા માગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">