Dahod Rain : લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદના પગલે હડફ નદીમાં આવ્યા નવા નીર, જુઓ Video
દાહોદના લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદીમાં નવા નીર આવ્યા છે.
Dahod Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. દાહોદના લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. લીમખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા હડફ નદીમાં નવા નીર આવ્યા છે.
આ પણ વાંચો : Dahod : છાપરી પંચાયતના બે અધિકારી પર પડ્યું વૃક્ષ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, જુઓ Video
તો બીજી તરફ વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે માલવણ ગામમાં પાણી ફરી વળ્યુ છે. માલવણ ગામના બધા જ રસ્તા પર નદીઓના પાણી ફરી વળ્યા છે. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં વરસાદ વરસવાની શક્યતા છે.
દાહોદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો