કયા ગયો શિયાળો ? ગુજરાતમાં હજુ પણ ગરમી, જાણો ગુજરાત સહિતના 10 રાજ્યોની હવામાન સ્થિતિ

સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાનના ના ઉત્તરીય ભાગોમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું.

કયા ગયો શિયાળો ? ગુજરાતમાં હજુ પણ ગરમી, જાણો ગુજરાત સહિતના 10 રાજ્યોની હવામાન સ્થિતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2024 | 9:43 AM

દિવાળી અને નવા વર્ષના તહેવારો બાદ પણ હજુ શિયાળો શરૂ થયો નથી. લોકો હજુ પણ એસી અને કુલરનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આપણે ઠંડી માટે હજુ વધુ રાહ જોવી પડશે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં હવામાન શુષ્ક છે. પહાડી રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતમાં પણ દિવસ દરમિયાનના તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાયેલ છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો પણ 18થી 23 ડિગ્રીની વચ્ચે નોંધાયેલ છે.

હિમાચલ પ્રદેશમાં ધુમ્મસ અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 10 થી 12 નવેમ્બર દરમિયાન રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. 10 અને 11 નવેમ્બરે ઉત્તર-પશ્ચિમ પંજાબમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવામાન શુષ્ક છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ગુજરાતમાં કેવુ રહેશે તાપમાન

ગુજરાતના મોટભાગના શહેરોનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાયેલુ છે. અમદાવાદમા મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. ગુજરાતમાં કેટલાક સ્થળોએ, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.2થી 3.9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયેલુ હતું. દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહ્યું હતું અને પવનની ઝડપ સામાન્ય રહેવા પામી હતી.

આજે રવિવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)

  • અમદાવાદ 21
  • અમરેલી 19.6
  • વડોદરા 19.4
  • ભાવનગર 21.6
  • ભુજ 22.7
  • ડીસા 20.7
  • ગાંધીનગર 18.6
  • નલિયા 20.5
  • પોરબંદર 20. 4
  • રાજકોટ 20.2
  • સુરત 21.8
  • વેરાવળ 23.7

શનિવારે નોંધાયેલ દિવસનું મહત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)

ગઈકાલ શનિવારના રોજ દિવસનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

  • અમદાવાદ 36.2
  • અમરેલી 35
  • વડોદરા 36.4
  • ભાવનગર 34.5
  • ભુજ 37
  • દાહોદ 33.6
  • ડીસા 37.5
  • ગાંધીનગર 36
  • જામનગર 34.6
  • નલિયા 35
  • પોરબંદર 36.3
  • રાજકોટ 38
  • સુરત 35.3
  • વેરાવળ 36.3

g clip-path="url(#clip0_868_265)">