સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં 88 ટકા વરસાદની ઘટ છે એટલે કે આ વખતે વરસાદ અહી વરસ્યો જ નથી. જે પ્રકારે અલનીનોની અસર થઈ છે તે સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. પોરબંદરમાં પણ 73 ટકા ધટ છે એટલે અહીંના ખેડૂતો અને રહીશો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ હોય છે અને આ વખતે સૌરાષ્ટ્રને વરસાદે સૌથી વધુ પ્રભાવિત કર્યું છે.
વર્ગ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા નોંધાઈ છે, જ્યારે પોરબંદરમાં 73 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જૂનાગઢ અને જામનગરમાં 61-61 ટકા, જ્યારે ગીર સોમનાથમાં 40 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. રાજકોટમાં 34 ટકા વરસાદ ઓછો પડ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ઘટ યથાવત છે. વડોદરામાં 32 ટકા અને છોટા ઉદેપુરમાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં 44 ટકા, જ્યારે મહેસાણા અને ગાંધીનગરમાં 27-27 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં દાહોદમાં 45 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આમ, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.