AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું કેમ બંધ થઈ ગયું છે?

MONEY9: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું કેમ બંધ થઈ ગયું છે?

Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:25 PM
Share

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા ત્યારથી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હતા, પરંતુ છેલ્લે 6 એપ્રિલે ભાવ વધાર્યા પછી સરકારે આ કવાયત અટકાવી દીધી છે. સરકારના આ નિર્ણય પાછળ કયું કારણ છે જવાબદાર તે જાણવા માટે જુઓ આ વીડિયો

MONEY9: જૂન મહિનો પતવા આવ્યો છે, ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા તેને લગભગ અઢી મહિના વીતી ગયા છે. ક્રૂડ ઓઈલનું બજાર તો ગરમ છે અને ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું કેમ અટકી ગયું? સરકારે છેલ્લે છઠ્ઠી એપ્રિલે ઈંધણના ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે 18 દિવસમાં 14 વખત ભાવ વધ્યા હતા અને એક લિટરે 10 રૂપિયા ભાવ વધ્યો હતો. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 100 ડૉલરની આસપાસ હતો. છેલ્લા અઢી મહિના દરમિયાન કાચું તેલ મોંઘું થઈને 125 ડૉલરે પહોંચી ગયું છે, પરંતુ આ સમયગાળામાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યા. ભાવ વધારવાની જગ્યાએ સરકારે તો 22 મેના રોજ પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દીધી અને પેટ્રોલનો ભાવ લિટરે 9 રૂપિયા ઓછો કરી નાખ્યો. 

સરકારને લાગે છે બીકઃ

ક્રૂડ મોંઘુંદાટ હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધારવાની નીતિ સરકારમાં છુપાયેલા એ ડરને વ્યક્ત કરે છે, જે ડર મે મહિનામાં જાહેર થયેલા રિટેલ મોંઘવારીના આંકડામાં જોવા મળ્યો હતો. આ આંકડો છે, એપ્રિલમાં 7.79 ટકાએ પહોંચેલી રિટેલ મોંઘવારીનો અને તેને આ સ્તરે પહોંચાડવામાં પેટ્રોલ-ડીઝલની મોંઘવારીએ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ આંકડાથી ગભરાઈ ગયેલી રિઝર્વ બેન્કે પણ બે વખત ઋણ મોંઘું કરી નાખ્યું અને સરકારને ઈંધણના ભાવ વધારતી અટકાવી દીધી. જો સરકારે ભાવ વધારવાનું બંધ ના કર્યું હોત અને આંતરરાષ્ટ્રીય બજારની જેમ ભાવ વધાર્યા હોત તો એક લિટર પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા મોંઘું થઈ ગયું હોત. આટલા મોંઘા પેટ્રોલ-ડીઝલના જોરે તો રિટેલ મોંઘવારીનો દર કૂદકો મારીને સીધો બે આંકડામાં પહોંચી ગયો હોત. મોંઘવારીનું આવું વિકરાળ સ્વરૂપ સરકાર અને રિઝર્વ બેન્કને ડરાવવા માટે પૂરતું હોત અને રિઝર્વ બેન્કને ઋણ મોંઘું કરવાની ફરજ પડી હોત, જેથી સરકારની મુસીબતમાં અનેક ગણો વધારો થયો હોત. 

સરકારને સતાવે છે બેવડી ચિંતા

સરકારે ભાવવધારા પર બ્રેક લગાવી, તેનાથી રિઝર્વ બેન્કને ભલે થોડીક રાહત મળી હોય, પરંતુ સરકારને કોઈ રાહત મળી નથી. સરકારની ચિંતા તો વધી છે કારણ કે, દેશની ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સરકારે મોંઘા ભાવે કાચું તેલ આયાત કરવું પડે છે. તેના કારણે વેપાર ખાધ વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. મે મહિનામાં મર્ચેન્ડાઈઝ વેપાર ખાધ 24.29 અબજ ડૉલરના રેકૉર્ડ લેવલે નોંધાઈ છે. સરકારની મુશ્કેલીનો અંત આટલે આવતો નથી. એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી શકાતા નથી એટલે ખાનગી ઓઈલ કંપનીઓને ખોટ ખાવાનો વારો આવ્યો છે. આથી, ખાનગી કંપનીઓએ તેમના પમ્પ પર પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટાડી દીધું છે. ઘણા રાજ્યોમાં રિલાયન્સ અને ન્યારા એનર્જીના પંપ પર ઓઈલ મળવાનું બંધ થઈ ગયું છે અને સપ્લાયનો આ ઘટાડો સરકારી કંપનીઓએ પૂરો કરવો પડે છે. એટલે કે, સરકારી કંપનીઓ જેટલું વધુ વેચાણ કરે છે, એટલી જ સરકારની ખોટ વધી રહી છે. 

તો મોંઘા ક્રૂડનો બોજ કોણ ઉઠાવશે?

તો શું મોંઘાદાટ ક્રૂડનો બોજ સરકાર જાતે ઉઠાવશે? આ સવાલનો જવાબ કદાચ મોંઘવારીના આંકડામાં જ છુપાયેલો છે. જ્યાં સુધી મોંઘવારીનો દર સરકારે નક્કી કરેલી રેન્જમાં ના પહોંચી જાય ત્યાં સુધી તો કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે, મોંઘવારીના દરમાં જેવો ઘટાડો થશે એટલે તરત પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું શરૂ થઈ જશે, એ વાત નક્કી છે.

g clip-path="url(#clip0_868_265)">