MONEY9: ડ્યુરેશન ફંડમાં રોકાણ કરવાથી કેટલો ફાયદો થાય?

ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ઘણાં પ્રકારના ફંડ હોય છે. જેવા કે લૉંગ ડ્યૂરેશન ફંડ, મીડિયમ ડ્યૂરેશન ફંડ, શૉર્ટ-ડ્યૂરેશન ફંડ, મીડિયમ ટુ લૉંગ ડ્યૂરેશન ફંડ અને લો ડ્યુરેશન ફંડ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ એવા સાધનોમાં રોકાણ કરે છે જેમાં લોનનું ખરીદ-વેચાણ થાય છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:04 PM

MONEY9: ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) કેટેગરીમાં ઘણાં પ્રકારના ફંડ હોય છે. જેવા કે લૉંગ ડ્યૂરેશન ફંડ (LONG DURATION FUND), મીડિયમ ડ્યૂરેશન ફંડ, શૉર્ટ-ડ્યૂરેશન ફંડ, મીડિયમ ટુ લૉંગ ડ્યૂરેશન ફંડ અને લો ડ્યુરેશન ફંડ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ એવા સાધનોમાં રોકાણ કરે છે જેમાં લોનનું ખરીદ-વેચાણ થાય છે. ઉદાહરણ સાથે જોઇએ તો શિલ્પા કન્ફ્યૂઝ રહેતી હતી કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં અને કેટલા સમય સુધી પૈસા લગાવાય. આવા સંજોગોમાં તેના ફાઈનાન્સિયલ એડવાઈઝરે તેને ડ્યૂરેશન ફંડ અંગે જણાવ્યું. હવે આ શું નવી ચીજ આવી ગઇ…? તે અચંબામાં પડી ગઇ. તેના ફાઇનાન્સિયલ એડવાઇઝરે તેને શાંતિથી આ તે સમજાવ્યું.

શું હોય છે ડ્યુરેશન ફંડ?

એમ્ફી અનુસાર, ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ઘણાં પ્રકારના ફંડ હોય છે. જેવા કે લૉંગ ડ્યૂરેશન ફંડ, મીડિયમ ડ્યૂરેશન ફંડ, શૉર્ટ-ડ્યૂરેશન ફંડ, મીડિયમ ટુ લૉંગ ડ્યૂરેશન ફંડ અને લો ડ્યુરેશન ફંડ…અહીં એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ એવા સાધનોમાં રોકાણ કરે છે જેમાં લોનનું ખરીદ-વેચાણ થાય છે તો તેમાં રિટર્નના મામલે રોકાણનું ડ્યૂરેશન એટલે કે સમયગાળાની મહત્વની ભૂમિકા હોય છે. હવે એ સમજીએ કે શિલ્પા જેવા રોકાણકાર માટે મીડિયમ ડ્યૂરેશન ફંડમાં રોકાણ કરવું સારું કે લૉંગ ડ્યૂરેશન ફંડમાં…પહેલા વાત કરીએ લૉંગ ડ્યૂરેશન મ્યુચ્યુઅલ ફંડની.

લૉંગ-ડ્યૂરેશન ફંડને મોટાભાગે લૉંગ-ટર્મ ફંડ કહે છે. આ એવા ડેટ ફંડ હોય છે જે લાંબા ગાળાની ફિક્સ્ડ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. સેબીના જણાવ્યા અનુસાર લૉંગ ડ્યૂરેશન ફંડ્સે 3 થી 7 વર્ષના ડેટ અને મની માર્કેટ સાધનોમાં રોકાણ કરવું જોઇએ.

મીડિયમ ડ્યૂરેશન મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે?
મીડિયમ ડ્યૂરેશન ફંડ એવા ઓપન એન્ડેડ ડેટ ફંડ હોય છે જે એવા ડેટ સાધનોમાં રોકાણ કરે છે જેની મેચ્યોરિટી 3 થી 4 વર્ષ સુધીની હોય છે.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, વ્યાજ દરોમાં ઘટાડાના માહોલમાં તમે આ ફંડ્સમાંથી દ્વિઅંકીય રિટર્નની આશા રાખી શકો છો. જો કે, વ્યાજ દરો વધવાથી આ ફંડ્સનું પ્રદર્શન નબળુ રહી શકે છે અને બની શકે કે તમને એક અંકમાં એટલે કે 10 ટકાથી ઓછુ રિટર્ન પણ મળે.

અત્યારે કયા ફંડ સારા
હાલના સંજોગોની વાત કરીએ તો અત્યારે અર્થવ્યવસ્થાને લઇને ઘણી અનિશ્ચિતતાનો માહોલ છે. આવતા બે-ત્રણ વર્ષમાં વ્યાજ દરો વધી શકે છે. સામાન્ય રીતે લૉંગ-ડ્યૂરેશન ફંડ અને મીડિયમ ડ્યૂરેશન ઘટતા વ્યાજ દરોના માહોલમાં સારુ પ્રદર્શન કરે છે. એટલે જો ભવિષ્યમાં વ્યાજ દરો વધવાની શક્યતા છે તો રોકાણકારોએ શૉર્ટ-ટર્મ ફંડ્સની પસંદગી કરવી જોઇએ.

નિષ્ણાતનો મત

ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CEO સંદીપ બાગલા કહે છે કે મોંઘવારી દર ઉંચો રહેવાની શક્યતાના કારણે આગળ વ્યાજ દરો વધવાની શક્યતા છે. આવા માહોલમાં લોંગ અને મીડિયમ ડ્યૂરેશન ફંડ્સનું પ્રદર્શન ખરાબ રહી શકે છે. એટલે સારુ એ રહેશે કે શૉર્ટ ટર્મ ડ્યૂરેશન ફંડ કે બેંકિંગ તેમજ પીએસયૂ ફંડ્સમાં રોકાણ કરવામાં આવે જેની મેચ્યોરિટી અંદાજે 2 વર્ષની હોય.

મની9ની સલાહ
ભવિષ્યમાં વ્યાજ દરો વધવાની શક્યતા છે. જ્યારે વ્યાજ દરો વધવાની શક્યતા હોય ત્યારે શૉર્ટ-ટર્મ ડ્યૂરેશન ફંડ્સમાં રોકાણ કરવું ઓછું જોખમી માનવામાં આવે છે. અહીં એ ધ્યાનમાં રાખવું મહત્વનું છે કે ડેટ ફંડમાં રોકાણ તમારા પોતાના લક્ષ્યના અનુરૂપ હોવું જોઇએ. બજારમાં ઘણાં પ્રકારના ડેટ ફંડ છે જેમાં અલગ-અલગ પ્રકારના ક્રેડિટ અને ઇન્ટરેસ્ટ રિસ્ક હોય છે. એટલે કે તમારે તેના કોમ્બિનેશનનું ધ્યાન રાખવું પડશે.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">