AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કાદવમાં સ્પા લઈ રહેલા આ હાથીને જોઈને તમને પણ મોજ પડી જશે

ફક્ત બાળકો જ નહીં પરંતુ પ્રાણીઓને પણ કાદવ અને પાણીના ખાબોચિયામાં રમવાની મજા આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે,

Viral Video: કાદવમાં સ્પા લઈ રહેલા આ હાથીને જોઈને તમને પણ મોજ પડી જશે
કાદવમાં મસ્તી કરતો હાથી
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 14, 2021 | 8:02 PM
Share

તમે નાના બાળકોને ચોમાસામાં પાણીના ખાબોચિયામાં છબછબા કરતા જોયા હશે. તેમને જોઈને કેટલીકવાર તમને પણ તમારુ બાળપણ યાદ આવી ગયુ હશે. ફક્ત બાળકો જ નહીં પરંતુ પ્રાણીઓને પણ કાદવ અને પાણીના ખાબોચિયામાં રમવાની મજા આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી કાદવમાં આળોટીને સ્પા લઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ જલસો પડી જશે. તો પહેલા હવે તમે આ વીડિયો જુઓ

આ વાયરલ વીડિયોને ઓરેગાનો ઝૂ (Oregon zoo) દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આ હાથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. કાદવ અને પાણીથી ભરેલા ખાબોચિયામાં (Elephant enjoys a mud spa ) તે રમત રમી રહ્યો છે. પોતાના પગથી પાણી ઉડાવતા આ હાથીને જોઈને નેટીઝન્સ ખુબ ખુશ થઈ ગયા છે. આ વીડિયો જોઈને કોઈનો પણ દિવસ સુધરી શકે છે.

વીડિયોની શરૂઆતમાં હાથી કાદવમાં સૂતેલો જોવા મળે છે. વીડિયો જેમ જેમ તમે આગળ જુઓ છો તો આ હાથી પાણી ઉડાવીને મજા કરતો જોવા મળે છે. વીડિયો શેયર કરતા ઝૂના કર્મચારીઓએ કેપ્શનમાં લખ્યુ “Spa day”.

સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો જોઈને વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 10 જૂનના રોજ શેયર કરાયેલા આ વીડિયોને 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં દેખાતા હાથીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે.

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો હોય છે. હાલના ડીજીટલ યુગમાં મોટેભાગના લોકો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેવામાં કોઈ પણ વીડિયોને વાયરલ થતા વધારે સમય નથી લાગતો. હાલમાં કોરોનાને કારણે જ્યારે સમગ્ર વિશ્વમાં લોકો હેરાન થઈ રહ્યા છે, તેવામાં આવો કોઈ વાયરલ વીડિયો લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે.

આ પણ વાંચો – Americaના સ્ટુડન્ટ વિઝા માટે આજથી ઈન્ટરવ્યૂ સ્લોટ અપાશે, રસીના સર્ટિફિકેટની જરુર નહીં

આ પણ વાંચો – કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં આવશે ગતિ, હવે મળશે મંદિર માટે જરૂરી પથ્થરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">