યુક્રેનમાં ગોળીબાર વચ્ચે માલિકના મૃતદેહ પાસે બેઠેલો કૂતરો, વીડિયો જોઈને તમારી આંખો થઈ જશે ભીની

યુક્રેનમાં ગોળીબાર વચ્ચે માલિકના મૃતદેહ પાસે બેઠેલો કૂતરો, વીડિયો જોઈને તમારી આંખો  થઈ જશે ભીની
dog viral video

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જર્મન શેપર્ડ જાતિનો એક કૂતરો લાશ પાસે બેઠો છે અને તે ત્યાંથી ખસવા તૈયાર નથી.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 04, 2022 | 8:28 AM

દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે કૂતરા (Dog viral video) કેટલા વફાદાર છે. સોશિયલ મીડિયા પર પણ આના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. આ જોયા પછી એવું લાગે છે કે પૃથ્વી પર માણસનો કોઈ સાચો મિત્ર હોય તો તે કૂતરો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, યુક્રેનના ચોંકાવનારા ચિત્રો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

જૂઓ વીડિયો…

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લાશ પડી છે અને જર્મન શેફર્ડ જાતિનો કૂતરો તેની પાસે બેઠો છે. તેને જોઈને લાગે છે કે તે તેના માલિકથી દૂર જવા તૈયાર નથી. કારમાં એક કૂતરો મરી ગયો છે. તેના પેટમાં ગોળી વાગી છે, લોહી નીકળી રહ્યું છે. ચારેબાજુ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે અને આ અવાજથી કૂતરો પરેશાન થઈ રહ્યો છે.

આ વીડિયો ટ્વિટર પર @Bacco110 નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાઈ ત્યાં સુધીમાં 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ભાવુક કરી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે, આજ સુધી માત્ર સાંભળ્યું હતું કે, કૂતરા વફાદાર હોય છે, આજે જોયું પણ. જ્યારે બીજા યુઝરે લખ્યું કે, આ વીડિયોએ મને ઈમોશનલ કરી દીધો. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: Animal Funny Video: બાળકની જેમ પગ વડે ટાયર ચલાવતો જોવા મળ્યો ગજરાજ, વીડિયો જોઈને લોકોને યાદ આવ્યું બાળપણ

આ પણ વાંચો: અમે પુટિન સાથે સીધી વાતચીત કરવા માંગીએ છીએ : યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati