ઘરમાં લગ્ન પ્રસંગ છે તો લેવી પડશે મંજૂરી! અન્યથા જાન માંડવે જવાને બદલે પહોંચશે સીધી પોલીસ સ્ટેશન

જો આપના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો સાવધાન! કારણ કે લગ્નવિધિ પહેલા તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિત પોલીસ મંજૂરીની વિધિમાંથી પસાર થવું પડશે. સાથે જ ગાઇડલાઇનનો પણ કડક અમલ કરવો પડશે.

| Updated on: Apr 23, 2021 | 6:12 PM

જો આપના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો સાવધાન! કારણ કે લગ્નવિધિ પહેલા તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિત પોલીસ મંજૂરીની વિધિમાંથી પસાર થવું પડશે. સાથે જ ગાઇડલાઇનનો પણ કડક અમલ કરવો પડશે. અન્યથા જાન માંડવે જવાને બદલે સીધી પોલીસ સ્ટેશન પહોંચશે.

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ વલસાડ પોલીસે લગ્ન સમારોહ માટેની મંજૂરીની કામગીરી શરૂ કરી છે. પરિવારજનો વિવિધ માહિતી સાથે પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. જ્યાં પાર્ટી પ્લોટના માલિકથી માંડીને મહારાજ સુધીના તમામ લોકોની વિગતો આપવી પડે છે અને ત્યારબાદ કેટલીક શરતો સાથે પોલીસ લગ્ન પ્રસંગ માટે મંજૂરી આપે છે. પરંતુ જો આવા પ્રસંગમાં નિયમનો ભંગ થયો તો મૂરતિયાથી માંડીને મહારાજ સુધીના તમામને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવશે. એટલે જો આપના ઘરમાં કોઇ પ્રસંગ છે તો પહેલા મંજૂરી મેળવો અને ત્યારબાદ નિયમોનું પાલન કરીને પ્રસંગ પાર પાડો.

 

આ પણ વાંચો: Dahod: કોરાના કેસની સાથે મૃત્યુ આંક વધતા જીલ્લામાં 3 દિવસનું લોકડાઉન 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">