ઉત્તરકાશી: ટૂંક સમયમાં ટનલમાંથી બહાર આવશે શ્રમિકો, જાણો કેવી છે તેમના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
શ્રમિકોને ટનલની બહાર કાઢવા માટે પાઈપ નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. 41 મજૂરોને ગમે ત્યારે ટનલમાંથી બહાર કાઢવામાં આવશે. ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારજનો ઘટનાસ્થળે હાજર છે. મજૂરોના બહાર આવવાના સમાચારથી તેઓ બધાના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 મજૂરોને લઈને મોટા અને સારા સમાચાર આવ્યા છે. શ્રમિકોને ટનલની બહાર કાઢવા માટે પાઈપ નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. 41 મજૂરોને ગમે ત્યારે ટનલમાંથી બહાર કાઢવામાં આવશે. ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારજનો ઘટનાસ્થળે હાજર છે. મજૂરોના બહાર આવવાના સમાચારથી તેઓ બધાના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો
ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. પહેલા ટનલની અંદરથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે આ રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળી હતી.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

