કિસ, કોન્ટ્રોવર્સી અને કકળાટ: લાઈવ શો દરમિયાન ઉદિત નારાયણે મહિલા ફેનને કરી કિસ, થયા ટ્રોલ- જુઓ Video
બોલીવુડમાં કિસિંગ સીન્સ માટે લોકો ઇમરાન હાશમીની મિસાલ આપતા હતા, પણ હવે લાગે છે કે નવો ઇમરાન હાશમી આવી ગયો છે. આ અમે નહીં, નેટિઝન્સ કહી રહ્યા છે. લાઈવ શો પરફોર્મેન્સ દરમિયાન મહિલા ચાહકોને કિસ કરવા બદલ ઉદિત નારાયણની આકરી ટીકા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં હાલ ટ્રેંડિંગ આ વીડિયોમાં, ઉદિત નારાયણ વાઇન બ્લેઝરમાં જોઈ શકાય છે. જે સમયે તે “ટિપ ટિપ બરસા પાની” ગીત પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે ઘણી મહિલા ચાહકો સ્ટેજ પાસે ગાયક સાથે સેલ્ફી લેવા માટે ઉમટી પડે છે. સેલ્ફી લીધા બાદ મહિલા ચાહકો ઉદિતને ગાલ પર કિસ કરતી જોવા મળે છે. આજ રીતે એક મહિલા ફેન જ્યારે ઉદિતને ગાલ પર કિસ કરવા આગળ વધે છે, ત્યારે ઉદિત નારાયણ તેનું માથું નમાવીને તેને લિપ-કિસ કરતો જોઈ શકાય છે.
ઉદિત નારાયણની ગણતરી બોલિવૂડના દિગ્ગજ ગાયકોમાં થાય છે. તે હંમેશા તેના ગીતો માટે સમાચારમાં રહે છે પરંતુ આ વખતે તેમનું નામ આ વિવાદ માટે ચર્ચાઈ રહ્યું છે. લાઈવ કોન્સર્ટમાં મહિલા ચાહકને આ રીતે કિસ કરતા જોવા મળ્યા બાદ હાલ નેટિઝન્સ ઉદિત નારાયણને ભારે ટ્રોલ કરી રહ્યા છે. ઉદિતે વીડિયોના સમય કે સ્થાન અંગે હાલ કોઈ ટિપ્પણી કરી નથી.