AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive Video: ધાકડ ધારાસભ્ય અને દબંગ નેતા ગેનીબેન ઠાકોર

ગુજરાતમાં કોંગ્રેસનો મજબૂત ચહેરો અને ધાકડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor) તેમના કડક અંદાજના કારણે જાણીતા છે. પરંતુ ટીવી9 સાથેની વાતચીતમાં તેમનો મૃદુ અંદાજ પણ જોવા મળ્યો. ગેનીબેનને દીકરી નથી પણ દીકરીઓ માટે તેમની જે ભાવના છે તે કોઇ પણના મન અને હ્રદયને સ્પર્શી જાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 8:09 PM
Share

એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.

ગેનીબેન નાનપણથી છે દબંગ નારી

ન માત્ર રાજકારણમાં આવીને પરંતુ નાનપણથી ગેનીબેનનો સ્વભાવ ધાકડ છે. દબંગ નારી ગેનીબેન ખોટો દેખાડો નથી કરતા, નાનપણથી જ જે વાસ્તવિક્તા છે તે બોલવાની આદત છે. ખોટો દેખાડો કરી શક્તા નથી અને દરેક પરિસ્થિતિમાં સાચું બોલવાની આદત, ન્યાયની લડાઈ માટે ક્યારેક દબંગગાઈ કરવી પડે છે. ગેનીબેન ખોટુ સહન નથી કરતા અને પોતાની વાત ઉપર અડગ રહે છે એટલે જ લોકો તેમના કડક સ્વભાવને જાણે છે.

વાત જ્યારે મહિલાઓની આવે ત્યારે પાછીપાની નથી કરતા ગેનીબેન

ગેનીબેને મહિલાઓના હિતમાં અનેક પગલાં ભર્યા છે. મહિલા કઈ રીતે સધ્ધર બને, પોતે કઈ રીતે સ્વનિર્ભર, લડાયક બને અને ખોટુ સહન ન કરે, પોતે પોતાના નિર્ણયો લઈ શકે હમેશાં તેવા અનેક પ્રયત્નો કર્યા છે. મહિલાએ કોઈની નીચે દબાવવું ન પડે, આત્મનિર્ભર બને તે જરૂરી છે.

અન્ય સમાજની સરખામણીએ ઠાકોર સમાજ આર્થિક રીતે સધ્ધર નથી

રિપોર્ટસ મુજબ ગુજરાતમાં અન્ય સમાજની સરખામણીએ ઠાકોર સમાજની દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે છે જે ચિંતાની બાબત છે. ઠાકોર સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ નથી મેળવી શક્તી જેના અનેક કારણો છે. ગેનીબેનનું કહેવું છે કે અન્ય સમાજની સરખામણીએ ઠાકોર સમાજ આર્થિક રીતે સધ્ધર નથી, જેથી દીકરીઓને આગળ ભણાવવા માટે જોઈએ એટલી વ્યવસ્થા મળી શકતી નથી. બીજુ કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે જે વાતાવરણ, દિશા જોઈએ તે નથી મળતું.

ઠાકોર સમાજની દીકરીને મોબાઈલ ન આપવાના વિવાદ મુદ્દે બોલ્યા ગેનીબેન

અસામાજિક તત્વો ઉપર પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે દીકરીઓને મોબાઈલ ન આપવો એવો કોઈ કાયદો નથી, પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અસામાજિક તત્વો દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેમની જીંદગી ખરાબ કરતા હોય છે. આવા તત્વોથી બચવા આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું કહ્યું. તો આ તરફ વિવાદ વકરતા ગેનીબેને વાત ફેરવી અને દીકરીને ભણતર સિવાય મોબાઈન ન આપવા સુચન કર્યાનું કહ્યું.

એ વાત મહત્વની છે કે હાલમાં થોડા સમય પહેલા ધાનેરામાં આયોજીત ઠાકોર સમાજની એક સભામાં ગેનીબેન ઠાકોરે તમામ લોકો પાસે શપથ લેવડાવ્યા હતા. જેમાં દીકરીઓને મોબાઈલ ફોન ન આપવો, મોડીરાત્રે દીકરીને ઘરની બહાર ન નીકળવા દેવી જેવા અનેક વચનો સામેલ હતા. ગેનીબેનના આ નિવેદન બાદ વિવાદ વકરતા તેમને આ નિર્ણય દીકરી અને દીકરા બંને માટે લીધો હોવાનું કહીને આ વાતને ટાળી હતી.

ગેનીબેનના આદર્શ છે સોનિયા ગાંધી

સોનિયા ગાંધીનો જન્મ તો વિદેશમાં થયો પણ ભારતમાં આવી વસ્યા, ભારતીય સંસ્કૃતિ અપનાવી અને રાજકારણમાં ખૂબ આગળ આવ્યા એટલા માટે ગેનીબેનના મનમાં સોનિયા ગાંધી માટે કાયમ માટે અતી લાગણી, પ્રેમ અને આદર છે. ગેનીબેન સોનિયા ગાંધીને આદર્શ માને છે.

Follow Us
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">