Tv9 Exclusive: કેમ દર્શકો મને રિયલ લાઈફમાં નફરત કરે છે, Drishyam 2ના અભિનેતા કમલેશ સાવંતે કર્યો ખુલાસો

TV9 GUJARATI

|

Updated on: Dec 19, 2022 | 10:02 PM

અભિનેતાએ કહ્યું કે દ્રશ્યમ સિનેમાનું યુએસપી હતું વિજય સલગાંવકર (અજય દેવગણ)નું ફેમિલી મેન હોવું. તેથી લોકો તેમના પાત્રથી એકદમ કનેક્ટ થઈ જાય છે. સામાન્ય માણસ તેમની જગ્યાએ પોતાને જોઈ શકે છે.

બોક્સ ઓફિસ પર ફરી એકવાર અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2એ પોતાનો જાદુ ચલાવ્યો છે. આ ફિલ્મમાં ઘણા ટેલેન્ટેડ અભિનેતા સામેલ છે, જેમને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો છે. આ એકટર્સમાંથી એક છે કમલેશ સાવંત. ફિલ્મમાં લક્ષ્મીકાંત ગાયતોન્ડનું પાત્ર ભજવનારા કમલેશ સાવંતને આ ફિલ્મમાં જોયા બાદ ઘણા દર્શકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ વાતથી અભિનેતા બિલકુલ નારાજ નથી. ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં કમલેશ સાવંતે કહ્યું કે ગાયતોન્ડેના પાત્રથી નફરતની જ અપેક્ષા હતી.

અભિનેતાએ કહ્યું કે દ્રશ્યમ સિનેમાનું યુએસપી હતું વિજય સલગાંવકર (અજય દેવગણ)નું ફેમિલી મેન હોવું. તેથી લોકો તેમના પાત્રથી એકદમ કનેક્ટ થઈ જાય છે. સામાન્ય માણસ તેમની જગ્યાએ પોતાને જોઈ શકે છે. આ વ્યક્તિ એક બાપ છે. દરેક વ્યક્તિ પોતાના બાળકોની, પોતાની દિકરીની સુરક્ષા માટે તેમના સપનાને પુરા કરવા માટે બધુ જ કરી શકે છે અને પછી સામે આવે છે વિજય સલગાંવકરની ખાનગી દુશ્મની રાખનાર ‘લક્ષ્મીકાંત ગાયતોન્ડે’

આ પાત્રથી નફરતની જ અપેક્ષા હતી

અભિનેતાએ વધુમાં જણાવ્યું કે ગાયતોન્ડે રાહ જોઈ રહ્યો હતો કે તે વિજય સાથે કેવી રીતે બદલો લે, એટલે કે લોકો માટે સૌથી સારો વ્યક્તિ વિજય અને સૌથી ખરાબ ગાયતોન્ડે. જે પ્રકારે ગાયતોન્ડેના વર્તનથી એ અપેક્ષા હતી કે લોકો તેને નફરત જ કરશે. જો લોકો આ પાત્રને નફરત ના કરતા તો કલાકાર તરીકે મેં આ ભૂમિકાને ન્યાય આપવામાં અસફળ થતો પણ લોકોએ આ પાત્રને નફરત કરી. એટલે મારૂ કામ દર્શકોને પસંદ આવ્યું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati