સુરેન્દ્રનગર : નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા પાલિકાને કરી રજુઆત, પગલા ભરવામાં નહીં આવે તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 9ના નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જો સત્વરે આ મામલે પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

  • Publish Date - 8:21 am, Sat, 10 July 21 Edited By: Charmi Katira

સુરેન્દ્રનગર : ઘણી નગરપાલિકામાં નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) વોર્ડ નંબર 9માં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સુરેન્દ્રનગર નગરપાલિકા (Surendranagar Nagar Palika) વોર્ડ નંબર 9માં પ્રાથમિક સુવિધા બાબતે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ રજૂઆત કરી છે. ગટર રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નો સહિત પાલિકા પ્રમુખને રજૂઆત કરી છે. છેલ્લા ચાર વર્ષથી રોડ રસ્તા કામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

પ્રાથમિક સુવિધા મામલે જો તેઓની માંગણીઓ નહી સંતોષાય તો સ્થાનિક લોકો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ પહેલાલ શીયાણીપોળ સહિત વોર્ડ નંબર 12માં ભૂગર્ભ ગટરો માટે ખોદકામ કરી મુકી દીધેલ છે. આડેધડ ખોદકામ કરી નાખતા પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી જતા લોકોના સ્વાસ્થ્ય કથળે છે. શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. ત્યારે શહેરીજનો અનેક વખત પાલિકામાં લેખિતમાં અને મૌખીક રજૂઆત કરીને શુદ્ધ અને સારૂ પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી માગ અવાર નવાર કરી હતી.