Surendranagar: ચોટીલાનું ચામુંડા મંદિર 20 મે સુધી બંધ, કોરોનાનાં વધતા કેસ સામે નિર્ણય

Surendranagar:  ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીનાં મંદિરને 20 મે સુધી બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય હતો.

| Updated on: May 11, 2021 | 8:15 AM

Surendranagar:  ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીનાં મંદિરને 20 મે સુધી બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય હતો. કોરોનાના કેસ વધતા અને સરકારની નવી ગાઇડલાઇનના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે અને ચોટીલા મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.

ચોટીલા મંદિરે દર્શનાર્થે ન આવવા શ્રદ્ધાળુઓને ટ્રસ્ટે અપીલ કરી છે. ખાસ કરીને કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે ભીડ ભેગી ન થાય તે જરૂરી છે અને એટલે જ ચોટીલાનું આ સુપ્રસિદ્ધ મંદિર હવે 20 મે સુધી બંધ રહેશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સુરેન્દ્રના ધ્રાંગધ્રાનું ઘુડખર અભ્યારણ્ય પણ બંધ કરી દેવાયું છે.

અચોક્કસ મુદત સુધી આ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું છે. મહત્વનું છે કે, ઘુડખર અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેલા છે જેને જોવા માટે લોકો આવતા રહે છે જોકે હાલ વકરેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રવાસીઓ માટે અભ્યારણ્ય બંધ કરી દેવાયું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">