SURAT : ઓનલાઇન છેતરપિંડીના કેસમાં ઝારખંડની ગેંગનો પર્દાફાશ, 6 શખ્સો ઝડપાયા

SURAT : જો તમે બેંક એકાઉન્ટમાં ઓન લાઇન રીતે નાણાની લેવડ-દેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે ઠગબાજો નવા નવા પેંતરા રચીને ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતા હોય છે.

| Updated on: Mar 01, 2021 | 3:31 PM

SURAT : જો તમે બેંક એકાઉન્ટમાં ઓન લાઇન રીતે નાણાની લેવડ-દેવડ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે ઠગબાજો નવા નવા પેંતરા રચીને ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતા હોય છે. લોકોના ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતી આવી જ એક ઝારખંડની ગેંગના 6 શખ્સો ઝડપાઈ ગયા છે. સુરતની GIDC પોલીસે કારમાં જઈ રહેલા તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ લોકોને ફોન કરીને કાર્ડ બ્લોક કરવાનું, લોટરી લાગી હોવાનું અને KYC કરવાનું કહીને ખાતાની વિગતો મેળવી લેતી હતી. ત્યારબાદ તરત જ ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતી હતી. આ ગેંગ સામે દેશભરમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર અને મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">