Breaking News : સુરતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઠેર ઠેર ‘ખાખી’ બની ‘દેવદૂત’, કેવી રીતે બચાવ્યા લોકોના જીવ જુઓ Video

| Edited By: | Updated on: Jul 08, 2026 | 11:39 AM

સુરત શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. આ વચ્ચે આજે પણ સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ હાઇવે વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા.

વરસાદે સુરત શહેરની ‘સૂરત’ બગાડી છે. છેલ્લા 24 કલાકમાં પલસાણા તાલુકામાં 19 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કામરેજ તાલુકામાં પોણા 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો.સુરત શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી જોવા મળી હતી.સુરત જિલ્લામાં સ્ટેટ હાઈવે,નેશનલ હાઇવે પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. મોડી રાત્ર સુધી હાઈવે પર નદી જેવા દર્શ્યો જોવા મળ્યા હતા.સુરત જિલ્લામાં ઠેર ઠેર ખાખી દેવદૂત બની હતી.

પોલીસની કામગીરીને બિરદાવી

ધસમસતા પાણીના પ્રવાહમાં પડતા વાહન ચાલકોને પોલીસે બચાવ્યા હતા.ફસાયેલા વાહનોને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સુરત જિલ્લા પોલીસે ખડેપગે રહી સેવા ની કામગીરી કરી હતી. શહેરના માન દરવાજા વિસ્તારના ખજાનગરમાં પાણી ભરાતા અનેક પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DCP કાનન દેસાઈ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે મદદે આવ્યા હતા.પોલીસની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને અંદાજે 250 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યા. સ્થાનિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

3300 થી 3400 લોકોનું સ્થાળંતર કરાયું

સુરત શહેર અને જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં 3 NDRF અને 5 SDRF ની ટીમ તૈનાત છે.NDRF અને SDRF દ્વારા 3400 થી વધુ લોકોની બચાવ કામગીરી કરી છે. રેસ્ક્યુની જેટલી ટીમ છે તેની કરતાં વધારે બચાવ કામગીરીનાં કોલ મળ્યા હતા.બે દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં 8 લોકોના કરંટ લાગવાથી અને પાણીમાં ડૂબવાથી મોત થયા છે.અનેક લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 3300 થી 3400 લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સવારથી લઈને સમગ્ર રાત દરમિયાન રેસ્ક્યુકોલ ચાલી રહ્યા હતા.સ્ટેટ કંટ્રોલરૂમ, ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં સતત રેસ્ક્યુ કોલ મળતા રહ્યા હતા.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો

Follow Us