શું અમેરિકાએ એલિયનને બનાવ્યો છે કેદી ? ગુપ્ત એરિયા 51 અંગે રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
ઘણી એવી ચર્ચાસ્પદ થિયરીઓમાં એવું કહેવાય છે કે અહીં અમેરિકા (America) પરગ્રહવાસીઓને કેદ કરીને રાખે છે અને તેના પર પ્રયોગ કરી રહ્યું છે
દુનિયા રહસ્યમયી દુનિયાથી ભરેલી છે અને તેમાં અમેરિકાનો (America) એરિયા-51 પણ સામેલ છે. જ્યાં એટલી કડક સુરક્ષા રાખવામાં આવી છે કે એક પક્ષી પણ ત્યાં ફરકી ન શકે. એરિયા 51 પર એક અજબ ગજબ ગતિવિધિ થઈ હોવાનો એક રિપોર્ટમાં દાવો કરાયો છે. અમેરિકાના આ સિક્રેટ એરિયામાં (Secret area)કોઈને અવરજવરની મંજુરી નથી. ઘણી એવી ચર્ચાસ્પદ થિયરીઓમાં એવું કહેવાય છે કે અહીં અમેરિકા પરગ્રહવાસીઓને કેદ કરીને રાખે છે અને તેના પર પ્રયોગ કરી રહ્યું છે. આ જગ્યાને અત્યંત ગુપ્ત રખાઈ છે, ત્યાં અમેરિકા પોતાના સિક્રેટ વેપન (Weapon) રાખે છે અને તેના માટે આ એક બેસ તૈયાર કરાયો હોવાની વાતોએ પણ વેગ પકડ્યો છે. એટલું જ નહીં અમેરિકાના લોકો પણ એરિયા 51 વિશે કઈં જ જાણતા નથી અને અમેરિકાની જાસૂસી સંસ્થા CIAએ આ જગ્યા વિશે 2013માં દુનિયાને જણાવ્યું હતુ.
અમેરિકાના પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પણ આ મુદ્દો જોડાયેલો
હવે વાત જાણે એમ છે કે આ એરિયા 51માં કામ કરી ચૂકેલા એક એન્જિનિયરે હેરાન કરી નાખે એવો દાવો કર્યો છે.બિલ યૂહાઉસ નામક વ્યક્તિનો દાવો છે કે અહીં અમેરિકાએ એલિયનને કેદી બનાવીને રાખ્યો છે.બિલનો દાવો છે કે તેમણે આ અતિ રહસ્યમય જગ્યા પર કામ કર્યું છે અને અહીં એલિયન્સ છે.તમને જણાવી દઈએ કે, બિલ યૂહાઉસ કોઈ સાધારણ શખ્સ નથી.તેઓની ઉંમર 71 વર્ષ છે અને એલિયન નિષ્ણાંત તરીકે પણ ઘણાં ફેમસ છે.તેમની પાસે અમેરિકાના એરિયા 51 વિશે ઘણી માહિતી છે અને તેઓ પણ ત્યાં પ્રયોગો (Experiment) કરી ચૂક્યા છે અમેરિકાના પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ આઈજનહાવર સાથે પણ આ મુદ્દો જોડાયેલો છે.
એરિયા 51માં એલિયનની ખાસ ઓળખ
તેઓએ અમેરિકાના ખુફિયા મિલિટરી બેસ પર પોતાના અનુભવ વિશે વાત કરી અને તેઓએ ખુલીને કહ્યું કે તેઓ અને તેમના સાથીઓ એલિયન ટેક્નોલોજીને (Alien Technology)ડિસમેંન્ટલ કરતા હતા અને સૈન્ય અધિકારીઓ એલિયન્સ પાસેથી મળેલી ટેક્નોલોજીની રિવર્સ એન્જિનિયરીંગ કરતા અને તે કઈ રીતે બની છે તેના પણ સંશોધન કરતા હતા.માહિતી મુજબ એરિયા 51માં એલિયનને ખાસ નામથી ઓળખવામાં આવતા અને નાના, મધ્યમ અને ઊંચા એમ ત્રણ કેટેગરી પ્રમાણે એલિયન્સને વર્ગીકૃત કરાતા.
જો કે પૂર્વ અમેરિકી ઈન્જિનિયર યૂહાઉસનો દાવો એ પણ છે કે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર (United Nations) વચ્ચે થયેલી એક શાંતિ સમજૂતીના ભાગરૂપે આ જગ્યાને ગોપનીય રાખવામાં આવી છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડ્વાઈટ ડી. આઈઝનહાવરએ આ સમજૂતિ પર હસ્તાક્ષક કર્યા છે અને એટલે જ આ બેસકેમ્પ એટલે કે એરિયા 51ને દુનિયાથી ગુપ્ત રાખવામાં આવ્યું છે.