Kam Ni Vaat: શું તમે જાણો છો કે તમારા વાહનનો Memo જનરેટ થયો છે કે નહીં ? આ રીતે ઘરે બેઠા કરી શકશો ઓનલાઈન ચેક

Kam Ni Vaat: શું તમે જાણો છો કે તમારા વાહનનો Memo જનરેટ થયો છે કે નહીં ? આ રીતે ઘરે બેઠા કરી શકશો ઓનલાઈન ચેક

Dipali Barot
| Edited By: | Updated on: Mar 08, 2023 | 5:18 PM

તમારા વાહનનો અગર મેમો જનરેટ થયો હોય પરંતુ તમને ખબર ના હોય તો તમારે ડરવાની જરૂર નથી, મેમો જોવા માટે તમે ઘરે બેસીને જાણી શકો છો. અને ઘરે બેઠા જ પેમેન્ટ પણ કરી શકો છો

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicles Act) લાગૂ થયા પછી ચલણ (memo)ના ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં પેનલ્ટી ભરવી પડી રહી છે. દંડ વધ્યા પછી લોકો વધારે સજાગ થઇ રહ્યા છે.

ક્યારેક જાણતા-અજાણતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ ગયું હોય અને તમારી ગાડી (vehicle) પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારે ડરવાની જરૂર નથી. મેમો જનરેટ થયો છે કે નહીં તે તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ (Online payment) પણ કરી શકો છો. તો જાણીએ, કઈ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહીં.

આ રીતે મેળવો મેમોની માહીતી

  1. સૌથી પહેલા તમે www.echallan.parivahan.gov.in વેબસાઇટની મુલાકાત લો.
  2.  જેમાં ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરો.
  3.  અહીં તમને 3 ઑપ્શન મળશે. જેમ કે ચલણ નંબર, વ્હીકલ નંબર અને DL નંબર.
  4.  જેમાંથી તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
  5.  વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર લખો. જે પછી કેપ્ચા કૉડ દાખલ કરી Get Detail પર ક્લિક કરો.
  6.  બસ આટલું કરતા જ તમે જાણી શકશો કે તમારી ગાડીના નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહીં.
  7.  આ સિવાય તમે DL નંબર નાંખીને પણ મેમો ચેક કરી શકો છો.

જો તમને અહીં તમારા નામે ચલણ ફાટેલું દેખાય તો તમે તેનું ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. કેવી રીતે ? આવો જાણીએ..

આ રીતે કરો ઑનલાઇન પેમેન્ટ

  1.  સૌથી પહેલા તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
  2.  પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર (Registered No) પર OTP આવશે.
  3.  જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો.
  4.  આ પછી તમારે Next ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  5.  હવે તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે જેમાં તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે.
  6.  હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.
g clip-path="url(#clip0_868_265)">