Kam Ni Vaat: માર્ચ મહિનામાં પતાવી લો 7 જરૂરી કામ, નહીં તો વેઠવું પડશે નુકસાન
આ કામોમાં બેંકિંગ (Banking) અને ઈન્વેસ્ટમેન્ટ (Investment) સાથે સંબંધિત ઘણાં કામ સામેલ છે. જાણો આવા જ 7 કામો વિશે જે આ મહિને તમારે પતાવવાનાં છે.
માર્ચ મહિનો અડધો થઈ ચુક્યો છે. પરંતુ જો આધાર કે પાન લિંક કરવાનું કે પછી બેંક અકાઉન્ટ (Bank account)માં KYC સહિતના 7 જરૂરી કામ જો આપે બાકી રખ્યા હોય તો સાવધાન થઈ જજો અને ફટાફટ 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ નહીં તો નુકસાન વેઠવું પડશે. માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2021-22 (FY 2021-22)નો છેલ્લો મહિનો છે. આવી સ્થિતિમાં તમારે ઘણાં જરૂરી કામ પતાવવાનાં હોય છે. જો તમે આ કામ નહીં પતાવો તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે.
આ કામોમાં બેંકિંગ (Banking) અને ઈન્વેસ્ટમેન્ટ (Investment) સાથે સંબંધિત ઘણાં કામ સામેલ છે. જાણો આવા જ 7 કામો વિશે જે આ મહિને તમારે પતાવવાનાં છે.
1. આધાર-પાન લિંક કરાવી લો
- પાનકાર્ડ (PAN card)ને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
- જો તમે 31 માર્ચ સુધી તમે પાનને આધાર સાથે લિંક નથી કરાવતા તો એ ડિએક્ટિવેટ થઈ જશે.
- જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક તમારી આવક પર 20 ટકાના દરે TDS કટ કરશે.
2. બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન (Revised return) ફાઈલ કરો
- 2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે.
- કોઈ નાણાંકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ (Return file) કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે.
- એના માટે કરદાતા (Taxpayer)એ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
- રિવાઈઝ્ડ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે કોઈ ભૂલ થઈ જાય
- બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઈલ કરવામાં આવે છે.
- તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે.
- બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફી (Late filing fee)ની સાથે 31 માર્ચ 2021 પહેલાં ફાઈલ કરવાનું રહે છે.
3. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
- જો તમે ઈન્કમટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે.
- ઈન્કમટેક્સ એક્ટની ઘણી સેક્શન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટ (Tax exemption)નો ફાયદો મળે છે.
- ઈન્કમટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ (Investment) પર ટેક્સ છૂટ લઈ શકાય છે.
4. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરો
- સ્ટોક્સ (Stocks) અને ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સ (Equity Oriented Funds) પર 1 લાખ રૂપિયાથી વધુ લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર હવે ટેક્સ લાગે છે.
- જો તમે લોન્ગ ટર્મ કેપિટલગેઈન કર્યો હોય તો રૂ. 1 લાખ સુધીના લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે.
- 31 માર્ચ પહેલાં પ્રોફિટ બુક કરો, જેથી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય.
5. PPF, NPS અને સુકન્યા અકાઉન્ટ્સમાં જમા કરો મિનિમમ અમાઉન્ટ
- જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એકાઉન્ટ છે. પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા નથી નાખ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં અમુક રકમ જમા કરો.
- PPF અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે.
- જો જરૂરી ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો એને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ ભરવો પડશે.
6. ફોર્મ 12B જમા કરો
- જો તમે 1 એપ્રિલ 2021 પછી નોકરી બદલી હોય તો પહેલાંની નોકરીમાં કટ કરવામાં આવેલા TDSની જાણકારી ફોર્મ 12B દ્વારા નવી કંપનીને આપો.
- 31 માર્ચ સુધી ફોર્મ 12B નહીં જમા કરો તો કંપની વધારે TDS કપાઈ શકે છે, જેનું નુકસાન તમને જ થશે.
7. બેંક અકાઉન્ટનું KYC
- 31 માર્ચ 2022 સુધી ડિમેટ (Demat) અને બેંક અકાઉન્ટધારકોને KYC અપડેટ કરવાનું રહેશે.
- KYC અંતર્ગત ગ્રાહકોને તેમના પાનકાર્ડ, સરનામું, જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા માટે બેંક કહે છે.
- તેની સાથે જ તાજેતરનો ફોટોગ્રાફ અને અન્ય જાણકારી પણ માગવામાં આવે છે.
- નિયમ અનુસાર જો તમે તમારું KYC અપડેટ નહીં હોય તો તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ શકે છે.
આ પણ વાંચો : Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન
Latest Videos
Latest News