Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન

સરકાર તમને તમારા વેપાર ધંધાને શરૂ કરવા કે વિસ્તારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:55 PM

શું તમે કોઈ વેપાર ધંધો (Business) શરૂ કરવા કે વધારવા માંગો છો તો આ જાણકારી તમારા માટે છે. કારણ કે સરકાર તમને તમારા વેપાર ધંધાને શરૂ કરવા કે વિસ્તારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન (Loan) આપે છે અને એ પણ કોઈ ગેરન્ટી (Guarantee) કે મોર્ગેજ (Mortgage) વગર. સરકારનો હેતુ નાના અને લઘુ ઉદ્યોગો (Small Businesses) કે વેપારીઓને પ્રેત્સાહીત કરવાનો છે અને એટલા માટે જ વર્ષ 2015માં નાના વેપારીઓ કે ઉદ્યોગકારોને મદદરૂપ થવા સરકારે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો (Pradhan Mantri Mudra Loan Scheme) આરંભ કર્યો.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માટે બેંકોને અથવા લોન સંસ્થાઓને કોઈ ગેરેંટી અથવા મોર્ગેજ બતાવવાની જરૂર નથી. મહત્વની વાત તો એ છે કે મુદ્રા લોનની ચુકવણી તમે EMI વિકલ્પો સાથે 3 વર્ષથી 5 વર્ષ સુધીમાં કરી શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે. ત્યારે તેના વિશે વિસ્તારથી જાણી લો.

1. શિશુ લોન

આ લોન હેઠળ તે લોકોને લોન આપવામાં આવે છે જેઓ ફક્ત પોતાનો વ્યવસાય (Business) શરૂ કરી રહ્યા છે અને આર્થિક સહાય (Financial Aid) ની શોધમાં છે. આ અંતર્ગત મહત્તમ 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેનો વ્યાજદર (Interest Rate) વાર્ષિક 10થી 12 ટકા છે જે 5 વર્ષના ચુકવણીની અવધિ સાથે છે.

2. કિશોર લોન

આ લોન તે લોકો માટે છે જેમનો વ્યવસાય શરૂ થયો છે, પરંતુ સ્થાપિત થયો નથી. આ અંતર્ગત આપવામાં આવેલી લોનની રકમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની હોય છે. ધિરાણ સંસ્થાના આધારે વ્યાજના દર બદલાય છે. વ્યાપાર યોજનાની સાથે, અરજદારનો ક્રેડિટ રેકોર્ડ (Credit Record) વ્યાજ દર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બેંક દ્વારા લોનની ચુકવણીની અવધિ નક્કી કરવામાં આવે છે.

3. તરુણ લોન

આ લોન તે લોકો માટે છે જેમણે વ્યવસાય સ્થાપિત કર્યો છે અને મિલકત વધારવા અને ખરીદવા માટે પૈસાની જરૂર છે. આમાં લોનની રકમ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોય છે. વ્યાજદર અને ચુકવણીની અવધિ યોજના અને અરજદારના ક્રેડિટ રેકોર્ડ (Credit Record) પર આધારિત છે.

મુદ્રા લોનના પ્રકાર તો તમે જાણી લીધા અને તમે એ સમજી પણ ગયા હશો કે તમારે કયા પ્રકારની લોનની જરૂર છે. હવે વાત મુદ્દાની કરીએ એટલે કે આ યોજના અંતર્ગત કયા વ્યવસાય અને વેપાર આવરી લેવાયા છે તેની.

કયા વ્યવસાય કે વેપાર માટે મળશે મુદ્રા લોન

1. વાહન વ્યવહાર પ્રવૃતિ માટે લોન એટલે કે
ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વાહન ખરીદવા માટે લોન

2. સામૂહિક, સામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિ માટે લોન જેવી કે
સલૂન, બ્યુટી પાર્લર, જીમ, બ્યુટીક્સ, દરજીની દુકાન, ડ્રાય કિલનિંગ માટે લોન
સાયકલ અને મોટરસાયકલ રીપેરીંગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન માટે લોન
દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ માટે લોન

3. ફૂડ પ્રોડક્ટસ પ્રવૃત્તિ માટે લોન
ગૃહ ઉદ્યોગો જેવા કે પાપડ, અથાણાં, જામ કે જેલી બનાવવા
ગ્રામ્ય કક્ષાએ કૃષિ ઉત્પાદનોનું સંરક્ષણ, મીઠાઇની દુકાનો માટે લોન
નાના ફૂડ સ્ટોલ્સ અને કેન્ટીન સેવાઓ, આઇસ અને આઇસ્કીમ બનાવવાના એકમો
બિસ્કીટ, બ્રેડ બનાવવાના એકમો માટે પણ લોન મળી શકે છે.

હવે તમે એ જાણી ગયા હશો કે જો તમે લોન લેવા ઈચ્છો છો તો તમારો વ્યવસાય કે વેપાર આ લોન માટે એલિજેબલ છે કે નહીં. જો હા તો હવે એે જાણી લો કે લોન લેવા માટે તમારે કયા દસ્તાવેજો જરૂરી રહેશે.

મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો

વ્યવસાય યોજના, અરજી ફોર્મ, અરજદાર અને સહ-અરજદારના પાસપોર્ટ ફોટોગ્રાફ્સ
અરજદાર અને સહ-અરજદારોના કેવાયસી દસ્તાવેજો
ઓળખના પુરાવા (આધારકાર્ડ / મતદાર ઓળખ કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ)
નિવાસસ્થાનનો પુરાવો (આધારકાર્ડ / મતદાર આઈડી કાર્ડ / પાસપોર્ટ / ટેલિફોન બિલ / બેંક સ્ટેટમેન્ટ)
આવક પ્રૂફ (ITR, સેલ્સ ટેક્સ રીટર્ન, લાઇસન્સ, રજિસ્ટ્રેશન)
એસસી, એસટી, ઓબીસી, લઘુમતીનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
વ્યવસાયનો ચોક્કસ વર્ગનો પુરાવો. સરનામું અને મુદત પુરાવા, નોંધણી, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

સૌથી પહેલા તમારે મુદ્રા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવુ પડશે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું હોમ પેઈઝ ખુલશે.
હોમ પેઈઝ પર તમને શિશુ, કિશોર અને તરુણનો ઓપ્શન દેખાશે.
આ પસંદ કર્યા પછી, તમારી સામે એક નવું પૃષ્ઠ ખુલશે.
તમારે આ પૃષ્ઠ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
આ પછી તમારે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લેવાની રહેશે.
હવે તમારે અરજી ફોર્મમાં પૂછાયેલી બધી મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
આ પછી તમારે બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવા પડશે.
હવે તમારે આ અરજી ફોર્મ તમારી નજીકની બેંકમાં સબમિટ કરવાનું રહેશે.
તમારી અરજીની ચકાસણી કર્યા પછી, તમને એક મહિનાની અંદર લોન આપવામાં આવશે.

જો તમારી લોન પાસ થઈ જાય છે તે તમને બેંક તરફથી મુદ્રા કાર્ડ આપવામાં આવે છે. તો આ મુદ્રા કાર્ડનો તમે કેવી રીતે કરી શકો છો ઉપયોગ તે જાણો.

મુદ્રા કાર્ડનો ઉપયોગ

મુદ્રા લોન લેનારા લાભાર્થીઓને મુદ્રા કાર્ડ પ્રદાન કરાય છે.
આ મુદ્રા કાર્ડ લાભાર્થી ડેબિટ કાર્ડની જેમ ઉપયોગ કરી શકે છે.
મુદ્રા કાર્ડના માધ્યમથી લાભાર્થી પોતાની જરૂરતના હિસાબે ATMમાંથી પૈસા ઉપાડી શકશે.
આ કાર્ડનો ઉપયોગ પોતાના વ્યાપાર સાથે સંબંધિત જરૂરત પુરી કરવા માટે કરાય છે.

આ પણ વાંચો : Kam ni vaat : તમારી કઈ આવક પર નહીં લાગે ટેક્સ, જાણો નિયમ અને શરતો

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">