રેલવે અને મેટ્રોના કયા સ્ટેશનથી નજીક પડશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, દિલ્હી, મુંબઈથી દોડાવાશે વિશેષ ટ્રેન, જાણો
ભારતીય રેલ્વે આજે દિલ્હીથી ગુજરાતના અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવશે. મેચ પછી ફરીથી, ટ્રેન અમદાવાદથી 2:30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. આવી જ ત્રણ ટ્રેનો મુંબઈ અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવી રહી છે.
ભારતીય રેલ્વેના સેન્ટ્રલ રેલ્વે ઝોન દ્વારા અમદાવાદમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટપ્રેમી મુસાફરો માટે ક્રિકેટ વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. તે 2003 વર્લ્ડ કપ ફાઈનલનું પુનરાવર્તન હશે જે બેટિંગથી ભરપૂર ઓસ્ટ્રેલિયાએ એકતરફી હરીફાઈમાં જીત્યું હતું.
જો તમે ટ્રેનથી અમદાવાદ આવી રહ્યા હોયો તો તમારે સાબરમતી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સૌથી નજીક પડશે, તમે સાબરમતી રેલવે સ્ટેશનથી 15થી 20 મીનિટમાં ગ્રાઉન્ડ પર પહોચી શકો છો. જ્યારે તમે મેટ્રોથી મુસાફરી કરી રહ્યા છો અને તમારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા જવાના છો તો તમારે મોઢેરા સ્ટેડિયમ પર મેટ્રો સ્ટેશન છે તમે ત્યાથી આરામથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ જોવા જઈ શકો છે.
આ પણ વાંચો: ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવી એક સાથે બે હારનો બદલો લેવાની સુવર્ણ તક