Gujarati NewsVideosRanbir Alia Wedding : Cousins Kareena Kapoor, Karisma and Riddhima shine in ethnic attire, see viral pics
Ranbir Alia Wedding : પિતરાઈ બહેનો કરીના કપૂર, કરિશ્મા અને રિદ્ધિમા એથનિક સ્ટાઇલમાં ચમકી રહી છે, જુઓ વાયરલ તસવીરો
રણબીર કપૂરના (Ranbir Kapoor) પરિવારના સભ્યો 13 એપ્રિલના રોજ પ્રી-વેડિંગ ફંક્શન માટે તેમના ઘરે આવતા જોવા મળ્યા હતા. જ્યારે કરીના કપૂર સફેદ લહેંગામાં જોવા મળી હતી, ત્યારે કરિશ્માએ આ સમારંભ માટે પીળો સૂટ પહેર્યો હતો.
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)Image Credit source: instagram
આલિયા ભટ્ટ (Alia Bhatt)અને રણબીર કપૂર (Ranbir Kapoor) લગ્ન બાદ મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પોતાના સારા વર્તન અને ક્યૂટ દેખાવથી દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તે બંને હવે પતિ-પત્ની બની ગયા છે. જો કે, ઘણા સમયથી તેમના લગ્નની અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે ગઈકાલે એટલે કે 14 એપ્રિલ, 2022 ના રોજ, આલિયા અને રણબીરે મુંબઈના (Mumbai) બાંદ્રામાં વાસ્તુ ખાતે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. સવારથી જ લોકો ઘરે અવર જવર કરતા હતા અને મીડિયામાં ભારે ધમાલ મચી હતી.
રણબીરની પિતરાઈ બહેનો કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર બુધવારે (13 એપ્રિલ)ના રોજ મુંબઈમાં તેના નિવાસસ્થાને લગ્ન સમારોહ માટે પહોંચ્યા ત્યારે પાપારાઝીઓએ તેમની એક એક પળ કેમેરામાં ઝડપી લીધી હતી. કપૂર બહેનો એથનિક પોશાક પહેરીને ચમકતી હતી.
‘એ દિલ હૈ મુશ્કિલ’ ફેમ અભિનેતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ એથનિક સ્ટાઇલમાં પહોંચી હતી. રિદ્ધિમા, તેના પતિ ભરત સાહની અને તેમની પુત્રી સમારા આલિયા સાથે રણબીરના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. મંગળવારે, મુંબઈ એરપોર્ટ પર શટરબગ્સ દ્વારા તેમની એક એક પળ કેદ કરી લેવામાં આવી હતી.
રણબીર અને આલિયાના લગ્ન વિશેની અટકળો પર પૂર્ણવિરામ મૂકનાર અયાન મુખર્જી પણ લગ્ન પહેલાના ઉત્સવમાં સામેલ થયો હતો. આ દિગ્દર્શકે બ્રહ્માસ્ત્રમાં બંને લવબર્ડ્સ સાથે કામ કર્યું છે, જે સિલ્વર સ્ક્રીન પર તેમની પ્રથમ હાજરી ચિહ્નિત કરશે. આલિયાને બૉલીવુડમાં લૉન્ચ કરનાર કરણ જોહરે ફંક્શનમાં પીળો કુર્તો પહેર્યો હતો.