AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મને આશા છે કે ભારત ટ્રોફી જીતશે, વર્લ્ડ કપ ફાઈનલ પહેલા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું નિવેદન

મને આશા છે કે ભારત ટ્રોફી જીતશે, વર્લ્ડ કપ ફાઈનલ પહેલા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 10:50 PM
Share

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટીમ ઈન્ડિયા રવિવારે ODI વર્લ્ડ કપ જીતશે. શુક્લાએ કહ્યું, "મને આશા છે કે ભારત ટ્રોફી જીતશે. અમારા ખેલાડીઓ ફોર્મમાં છે અને દરેક મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે." તેમણે કહ્યું આ ખૂબ જ સફળ ફાઇનલ મેચ હશે. અમારા ખેલાડીઓ ખૂબ ફોર્મમાં છે અને દરેક મેચમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે."

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શનિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટીમ ઈન્ડિયા રવિવારે ODI વર્લ્ડ કપ જીતશે. તમિલનાડુના રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે ટિકિટો વેચાઈ ગઈ હોવાથી તેમને ટિકિટ મળી નથી. તેણે કહ્યું, “મેચની ટિકિટો સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ છે. મને પણ ટિકિટ મળી નથી. જો મને ટિકિટ મળશે, તો હું ચોક્કસપણે જઈને મેચ જોઈશ.

સ્ટાલિને ન્યૂઝ એજન્સી ને કહ્યું, બીજા બધાની જેમ.” હું પણ મેચને લઈને ઉત્સાહિત છું,”  બુધવારે ન્યૂઝીલેન્ડ સામે 70 રને જીત મેળવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. રોહિત શર્મા અને શુભમન ગીલની વિસ્ફોટક શરૂઆત બાદ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી ભારતને વિશાળ લક્ષ્ય તરફ દોરી ગયું.

આ પણ વાંચો : વડોદરામાં બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, બાળકીનો આબાદ બચાવ, જુઓ વીડિયો

અમદાવાદમાં યોજનારી મેચને લઈ ફાઈનલ મેચ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ કરી હતી. રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પીચનું નિરિક્ષણ કર્યું. પાકિસ્તાન સામે રમાયેલ મેચ વાળી જ પીચ પર ફાઈનલ મેચ રમાનાર છે. આવતીકાલે સવારે પીચ નિહાળ્યા બાદ પ્લેઈંગ ઈલેવન ભારત નક્કી કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 10:50 PM
g clip-path="url(#clip0_868_265)">