લગ્નની સિઝનમાં વરસાદ બન્યો વિલન ! લગ્ન મંડપ અને સાજ સજાવટ પાણીમાં પલળ્યાં, જુઓ વીડિયો
અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ જ્યાં લગ્નપ્રસંગ માટે સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી ત્યાં વરસાદના કારણે સ્થિતિ બગડી છે. વરસાદના પાણી પાર્ટી પ્લોટના મેદાનમાં ભરાયા છે તેમજ મંડપ સહિત અનેક સાજ સજાવટ પણ વરસાદના પાણીમાં પલળી ગઈ છે. ત્યારે લગ્નની સિઝન વચ્ચે કમોસમી વરસાદ વિલન બની રહ્યો છે.
ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરો હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યના વાતાવરણમા પલટો આવ્યો છે જેના કારણે વહેલી સવારથી જ અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળો શરુ થતા લગ્નની સિઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન ઘણા લગ્નપ્રસંગો તેમજ યજ્ઞો પણ યોજાતા હોય છે ત્યારે માવઠાએ લગ્ન અને યજ્ઞ સહીતના શુભ પ્રસંગોની મજા બગાડી છે.
અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ જ્યાં લગ્નપ્રસંગ માટે સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી ત્યાં વરસાદના કારણે સ્થિતિ બગડી છે. વરસાદના પાણી પાર્ટી પ્લોટના મેદાનમાં ભરાયા છે તેમજ મંડપ સહિત અનેક સજાવટ પણ વરસાદના પાણીમાં પલડી ગઈ છે. ત્યારે લગ્નની સિઝન વચ્ચે કમોસમી વરસાદ વિલન બની રહ્યો છે.
જોકે ગુજરાત હજુ પણ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સમય દરમિયાન યોજાનાર પ્રસંગ પર તેની અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ તો ગુજરાતના અમદાવાદ, આંણદ, સૌરાષ્ટ્ર, રાજકોટ , બનાસકાઠા સહિતના મોટાભાગના શહેરોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે.