રાહુલ ગાંધીને વેજ ફૂડ પસંદ છે કે નોનવેજ? તેમણે જણાવ્યું આ સિક્રેટ, જુઓ Video

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Jan 25, 2023 | 5:05 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જણાવ્યું હતું કે, મને રોટલી કે ભાતમાથી કોઈ પણ વસ્તુ ખાવાની પસંદ નથી. હું જ્યારે ઘરેથી બહાર હોય ત્યારે જો ખાવાની મજબૂરી હોય ત્યારે હું રોટલી ખાવાનું પસંદ કરીશ.

રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો કે, તમે એક સાથે 7થી 8 આઈસ્ક્રીમ ખાઓ છો ? ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે હું એક-બે કે તેથી વધારે આઈસ્ક્રીમ જ ખાઉ છું. રાહુલ ગાંધીને પુછવામાં આવ્યું કે તમને શું ખાવાનું પસંદ છે અને તમને રોટલી અને ભાતમાંથી શુ ખાવાનું વધારે પસંદ છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને રોટલી કે ભાતમાથી કોઈ પણ વસ્તુ ખાવાનું પસંદ નથી. હું જ્યારે ઘરેથી બહાર હોય ત્યારે જો ખાવાની મજબૂરી હોય ત્યારે હું રોટલી ખાવાનું પસંદ કરીશ.

રાહુલ ગાંધીને જ્યારે પુછવામાં આવ્યું કે તમારી ત્રણ ફેવરીટ ડીશ કઈ છે અને તે જમવા માટે ક્યા જાય છે. ત્યારે તેમને જણાવ્યું હતુ કે, હુ માંસાહારી છું અને મને ચીકન, મટન અને સીફૂડ વગેરે જમું છું. તમે તમારૂ બાળપણ દિલ્હીમાં પસાર કર્યું છે તમારી દિલ્હીમાં કોઈ ફેવરીટ જગ્યા છે જ્યા છોલે ભટૂરે, ગોલ ગપ્પાઓ ખાવા જાઓ છો. રાહુલે જવાબ આપ્યો કે પહેલા હુ જૂની દિલ્હી જતો હતો, પણ હાલ હું મોતી મહેલ જાવ છું, મોતી મહેલી વિસ્તારમાં બટર ચીકન સારૂ મળે છે.

રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડોયાત્રા કરી રહ્યા છે, ત્યારે તેમની યાત્રા દેશના અનેક રાજ્યમાંથી પસાર થઈ રહી છે, હાલ તેમની યાત્રા જમ્મુ કાશ્મીરમાં પહોચી છે. રાહુલ ગાંધી જ્યારે રાજસ્થાનમાંથી ભારત જોડો યાત્રા લઈને પહોચ્યા હતા, ત્યારે કામીયા જાની નામના Youtuber તેમનું ઈન્ટરવ્યું કર્યું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati