Viral Video : ઉર્ફી જાવેદ પિન્ક ક્રોપ ટોપમાં થઇ સ્પોટ, નેટિઝન્સે કહ્યું, ‘શું આ પિલ્લો શીટ છે?’

ઉર્ફી જાવેદ મુંબઈમાં (Mumbai) ફરી એકવાર ટાઈ-અપ બેકલેસ ડિટેલિંગ સાથે ગુલાબી ક્રોપ ટોપમાં જોવા મળી હતી. ટીવી અભિનેત્રીએ પાપારાઝી માટે અનેક પોઝ આપ્યા હતા. તેણીનો આ લૂક અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Viral Video : ઉર્ફી જાવેદ પિન્ક ક્રોપ ટોપમાં થઇ સ્પોટ, નેટિઝન્સે કહ્યું, 'શું આ પિલ્લો શીટ છે?'
Urfi Javed (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 30, 2022 | 10:18 PM

ઉર્ફી જાવેદ (Urfi Javed) એ ટીવી સેલેબ્સમાં સૌથી વધુ ચર્ચામાં રહેતી સ્ટાર છે. જે તેના કામ સિવાય, તેની વિચિત્ર ફેશન સેન્સને લઈને પાપારાઝીનું ધ્યાન હંમેશા પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. ઉર્ફી ઘણીવાર નેટીઝન્સના ખરાબ ટ્રોલિંગનો (Trolling) પણ ભોગ બની જાય છે. આ લોકપ્રિય ટીવી સ્ટાર એ વાત સારી રીતે જાણે છે, કે તેની વિચિત્ર ફેશન શૈલીથી ઇન્ટરનેટ પર વાયરલ કઈ રીતે થતા રહેવું. ઉર્ફી જાવેદ ફરી એકવાર અજીબો ગરીબ આઉટફિટમાં સ્પોટ થઇ હતી. તેનો આ લૂક અત્યારે ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

તેણીએ આ પિન્ક ક્રોપ ટોપ એક પ્લાસ્ટિકના પિલ્લોમાંથી બનાવ્યું છે. તેણીએ આ પ્લાસ્ટિકનું પિલ્લો તવા પર શેકીને ઓગાળીને તેમાં પિન્ક કલરની સ્ટ્રીંગઝ અટેચ કરીને તેમાંથી આ પિન્ક ક્રોપ ટોપ બનાવ્યું છે. આ લૂક પૂર્ણ કરવા તેણીએ વ્હાઇટ કલરનું ડેનિમ અને રેડ ક્રિસ્ટલ હિલ્સ કેરી કરી છે.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

તેનો મેકઅપ અને હેર લૂક ઓન પોઈન્ટ પર હોવા છતાં પણ તેનો આ બેહદ વિચિત્ર પોશાક ચર્ચાનો વિષય બન્યો હતો. હા, બોલિવૂડ ફોટોગ્રાફરે તેના પેજ પર તેનો વિડિયો મૂકતાની સાથે જ નેટીઝન્સ એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા કે ઉર્ફીએ આ વખતે શું પહેર્યું છે. કેટલાકને લાગ્યું કે તે ઓશીકાનું કવર છે. જ્યારે ઘણાએ તેને વોટર ફ્લોટર સાથે સરખામણી કરી હતી.

જુઓ ઉર્ફીનો આ વાયરલ વિડિયો

નેટીઝનની આવી રહી છે વિવિધ પ્રતિક્રિયાઓ

ઉર્ફીએ પહેરેલા પોશાકને જોઈને નેટીઝન્સ એકદમ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ઘણાને તેની સ્ટાઈલ પસંદ ન આવી, જ્યારે કેટલાકને લાગ્યું કે તે આવો ડ્રેસ પહેરવા માટે ખુબ જ બહાદુર વ્યક્તિ છે. ઘણાએ તેના ડ્રેસને ઓશીકાના કવર અને વોટર ફ્લોટર સાથે સરખામણી કરી હતી. આ વાયરલ વિડીયો જોઈને એક યુઝરે લખ્યું કે, ‘શું આ ઓશીકાનું કવર છે??’ બીજાએ લખ્યું કે, ‘આ શું હિરોઈને ઓશીકું સાથે લઇ લીધું છે?’ જ્યારે એકે યુઝરે લખ્યું કે, ‘વોટર ફ્લોટર છે, તે પૂલમાં ડૂબકી મારવા માટે તૈયાર છે.’ વધુ એક યુઝરે લખ્યું કે, ‘ગુલાબી તકિયાવાળી જોરદાર સ્ટાઇલ છે.’

તાજેતરમાં, ઉર્ફી તેની અનોખી શૈલીને કારણે અને તે કેવી રીતે હંમેશા બોલ્ડ કપડાં પહેરવાની શોખીન હતી તેના વિશે વાત કરી હતી. અભિનેત્રીએ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથેના તેના સંઘર્ષ અને તેણીના ભૂતપૂર્વ જીવન વિશે પણ વાત કરી હતી.

ઉર્ફી જાવેદના આ ક્લોથીંગ એક્સસ્પેરીમેન્ટ વિશે તમે શું વિચારી રહ્યા છો ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો….

આ પણ વાંચો – KL રાહુલ-આથિયા શેટ્ટી બનશે આલિયા-રણબીર કપૂરના પાડોશી, લગ્ન પછી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati