AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : બસની ઝપેટમાં આવતા માંડ-માંડ બચ્યો આ યુવક, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ ઘટના કર્ણાટકના મેંગલુરુમાં ઈલિયાર પડવુ રોડ પર બની હતી. જ્યાં પૂરપાટ ઝડપે સ્કૂટી ચલાવતા યુવકનો આબાદ બચાવ થયો હતો.

Video : બસની ઝપેટમાં આવતા માંડ-માંડ બચ્યો આ યુવક, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Accident (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:10 PM
Share

Viral Video : દેશમાં દરરોજ હજારો માર્ગ અકસ્માતો થાય છે. જેમાં કેટલાક લોકો દર્દનાક અકસ્માતનો (Accident)ભોગ બને છે, તો કેટલાક લોકોના નસીબ સારા હોય છે અને તેઓ બચી જાય છે. જો કે, મોટાભાગના અકસ્માતો ટ્રાફિકના નિયમોની અવગણના કરવા બદલ થતા હોય છે. આવુ જ કંઈક કર્ણાટકના(Karnataka)  મેંગલોરમાં જોવા મળ્યુ હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેજ સ્પીડમાં સ્કૂટી ચલાવતો યુવક માંડ માંડ બચે છે.

ઉતાવળ યુવકને ભારે પડી..!

આ ઘટના મેંગલુરુના ઈલિયાર પડાવુ રોડ પર બની હતી. મંગળવારે સાંજે એક ખાનગી બસ મેંગલુરુથી ઈલિયાર પડવુ જઈ રહી હતી. તે સમયે રસ્તા પર બહુ વાહનો નહોતા. જેથી બસના ચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન તેણે બીજી બાજુથી તેજ સ્પીડથી આવતા સ્કૂટર ચાલકને જોયો નહોતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્કૂટર ચાલક બસની ટક્કરથી બચી જાય છે. જોકે દરેકનું નસીબ એટલું સારું હોતું નથી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTV માં કેદ થયા હતા. હવે આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

CCTV ફૂટેજ વીડિયો થયો વાયરલ

વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે, આ યુવક બસની ટક્કરથી તો બચી ગયો પણ તે આગળ જઈને ઝાડ સાથે અથડાય છે.આ શોકિંગ વીડિયો ટ્વિટર પર Mangalore City નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે,ઉતાવળનુ પરિણામ આવુ જ હોય છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, યુવક ખરેખર નસીબદાર આ ભયંકર અકસ્માતમાંથી બચી ગયો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : કાકાએ ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">