Punjab Election Results 2022: પંજાબમાં ચાલ્યું એવું ઝાડું કે #Sidhu થવા લાગ્યુ ટ્રેન્ડ, લોકોએ વરસાવ્યા મીમ્સ

|

Mar 10, 2022 | 3:57 PM

પંજાબમાં આમ આદમી પાર્ટી શાનદાર પ્રદર્શન કરીને બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે રાજ્યના પૂર્વ સી.એમ. કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ અમૃતસર પૂર્વથી હારી ગયા છે.

Punjab Election Results 2022: પંજાબમાં ચાલ્યું એવું ઝાડું કે #Sidhu થવા લાગ્યુ ટ્રેન્ડ, લોકોએ વરસાવ્યા મીમ્સ
punjab election results 2022

Follow us on

5 રાજ્યોમાં મતગણતરી વચ્ચે આમ આદમી પાર્ટી પંજાબ (Punjab Election Results 2022)માં મોટી જીત નોંધાવતી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. #Sidhu સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગ સાથે યુઝર્સ સતત ફની કોમેન્ટ્સ અને મીમ્સ શેયર કરી રહ્યા છે.

આ સાથે તેઓ સિદ્ધુને સલાહ પણ આપી રહ્યા છે કે હવે તેમણે આમ આદમી પાર્ટીથી દૂર રહેવું જોઈએ. કારણ કે પંજાબના લોકો હવે વધુ ડ્રામા અને કોમેડી નથી ઈચ્છતા. જણાવી દઈએ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) પંજાબની સૌથી હોટ સીટ અમૃતસર ઈસ્ટથી હારી ગયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સિદ્ધુએ કર્યું ટ્વિટ

સિદ્ધુએ ટ્વિટ કર્યું છે કે ‘લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે. પંજાબના લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારો. તમને અભિનંદન.’ હવે લોકો આ ટ્વીટને એન્જોય કરવા લાગ્યા છે. એક યુઝરે પૂછ્યું કે, ‘તો હવે તમે કપિલ શર્માના શોમાં ક્યારે જાવ છો?’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે કોંગ્રેસને ક્યાંયની ન છોડી. તમે ખરેખર અસલી ભાજપી નીકળ્યા.’ એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘સિદ્ધુ સાહેબ તો અબ વેહલે હો ગયા.’

હાર સ્વીકારી રહેલા સિદ્ધુનું ટ્વિટ

ઘણા વપરાશકર્તાઓ #Sidhu અને #NavjotSinghSidhu હેશટેગ્સ સાથે ટ્વિટર પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ચાલો એક નજર કરીએ પસંદગીની ટ્વીટ્સ પર…

પંજાબમાં 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મહત્વનો મુકાબલો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ AAP અદ્ભુત પ્રદર્શન કરીને બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે રાજ્યના પૂર્વ સી.એમ. કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી ચૂંટણી હારી ગયા છે.

આ પણ વાંચો: Lalkuwa Vidhan Sabha Seat: લાલકુઆં બેઠક પરથી હરીશ રાવતની કારમી હાર, મોહન સિંહ બિષ્ટે આપી મ્હાત

આ પણ વાંચો: UP Election Result 2022: ‘યે ગલિયાં યે ચૌબારા, યહાં આના ના દોબારા…’ યુપીનો ટ્રેન્ડ જોઈને મીમ્સથી ઉભરાયું ટ્વીટર, લોકો આ રીતે લઈ રહ્યા છે મજા

Next Article