OMG : પ્લેન લેન્ડિંગ કરે તે પહેલા જ અથડાયુ પક્ષીના ટોળા સાથે ! પછી જે થયુ તે જોઈને તમેે પણ દંગ રહી જશો

|

Nov 29, 2021 | 5:28 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક પ્લેનનો શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્લેન લેન્ડ કરે તે પહેલા જ તે પક્ષીઓ પ્લેન સાથે અથડાય છે.

OMG : પ્લેન લેન્ડિંગ કરે તે પહેલા જ અથડાયુ પક્ષીના ટોળા સાથે ! પછી જે થયુ તે જોઈને તમેે પણ દંગ રહી જશો
Plane video goes viral

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને લોકો આશ્વર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પ્લેન લેન્ડ કરે તે પહેલા જ પક્ષીઓ (Birds) સાથે અથડાય છે. આ શોકિંગ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

પ્લેન લેન્ડ થાય તે પહેલા જ કંઈક આવુ થયુ………

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પ્લેન લેન્ડ થઈ રહ્યું છે, ત્યારે અચાનક પક્ષીઓનું ટોળુ પ્લેન સાથે અથડાય છે. જેને કારણે પ્લેનની લગભગ સમગ્ર વિન્ડસ્ક્રીન (Wind Screen) મૃત પક્ષીઓથી ઢંકાય જાય છે.

 

નવાઈની વાત તો એ છે કે સમગ્ર વિન્ડસ્ક્રીન ઢંકાઈ ગઈ હોવા છતાં બે પાઈલોટે સુરક્ષિત રીતે આ પ્લેનનું લેન્ડિંગ કર્યુ. તમને જણાવી દઈએ કે આ ઘટના ઈટલીની (Italy)છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વિમાન બોલોગ્ના એરપોર્ટ પર લેન્ડિંગ કરે છે, ત્યારે એન્જિનમાંથી સ્પાર્ક ઉડતા પણ જોવા મળી રહ્યા છે.

 

જુઓ વીડિયો

 

શોકિંગ વીડિયો થયો વાયરલ

માલ્ટા એર બોઈંગ 737-800 નામનું આ પ્લેન 24 નવેમ્બરના રોજ લંડન અને બોલોગ્ના માટે ઉડાન ભરી રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના બની હતી. પક્ષીઓ પ્લેનના આગળના ભાગમાં અથડાતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કારણ કે પ્લેનની સમગ્ર વિન્ડસ્ક્રીન મૃત પક્ષીઓથી ઢંકાઈ ગઈ હતી. જો કે પાયલોટે તેની હોંશિયારીથી પ્લેનને સલામત રીતે લેન્ડિંગ (Landing) કરાવ્યુ.

 

 

આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @flyezequiel નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે ‘આ જાંબાઝ પાયલોટને સલામ’.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે જો હું આ પ્લેનમાં હોત તો મારો જીવ નીકળી ગયો હોત.

 

 

આ પણ વાંચો : ભારે કરી ! ટેણિયાઓનુ આ ટેલેન્ટ જોઈને શિક્ષકને નક્કી કરવું અઘરૂ થઈ ગયું કે એમને ફટકારવા કે એમના પર હસવુ , જુઓ VIDEO

 

આ પણ વાંચો : શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

Published On - 5:27 pm, Mon, 29 November 21

Next Article