બળદ ગાડામાં દુલ્હનને લેવા નીકળ્યો માણસ, વાઈરલ વીડિયો જોઈને લોકોએ કર્યા વખાણ

|

Feb 21, 2022 | 9:59 PM

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે અને વરરાજાની સાદગીના વખાણ કર્યા છે.

બળદ ગાડામાં દુલ્હનને લેવા નીકળ્યો માણસ, વાઈરલ વીડિયો જોઈને લોકોએ કર્યા વખાણ
man went out to pick up his bride in the bullock cart video viral on social media(Image-twitter)

Follow us on

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ અને યુનિક (Unique Marriage) બનાવવા માંગે છે. આ માટે લોકો કંઈ પણ કરવા તૈયાર છે. કેટલાક તેમના લગ્નના મંડપને ખાસ રીતે શણગારે છે, જ્યારે કેટલાક લગ્ન ફક્ત એવી જ જગ્યાએ કરે છે, જે સૌથી ખાસ હોય છે. તમે પણ આવા ઘણા લોકો જોયા હશે જેમણે પર્વત પર લગ્ન કર્યા છે અથવા નદીની વચ્ચે સાત ફેરા લીધા છે.

દેશમાં આજકાલ એક વ્યક્તિની ચર્ચા થઈ રહી છે, જે પોતાની દુલ્હનને બળદ ગાડામાં લઈને સાદગીનો અનોખો પરિચય આપ્યો. બળદગાડામાં બેસીને જઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તેની સાદગીના વખાણ કરવા લાગશો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જૂઓ વીડિયો….

આ વ્યક્તિનું નામ રાકેશ છે અને તે છત્તીસગઢના (Chhattisgarh) બાલોદ જિલ્લાનો રહેવાસી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બળદગાડાની ઉપર એક લગ્નની ખુરશી છે અને તેના પર રાકેશ (Groom) બેઠો છે અને આ અનોખી રીતે પોતાની દુલ્હનને લેવા જઈ રહ્યો છે. આ એક ખૂબ જ અનોખો વીડિયો છે. જ્યાં આજના સમયમાં લોકો મોંઘાદાટ વાહનો અને શણગારેલી ઘોડા-ગાડીમાં બેસીને લગ્ન કરવા જતા હોય છે. તેવા સંજોગોમાં બળદગાડામાં જતો રાકેશ એકદમ અનોખો લાગે છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર પર આ હ્રદયસ્પર્શી વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘બાલોદ જિલ્લાનો રાકેશ, બળદ ગાડામાં તેની દુલ્હનને લેવા નીકળ્યો. આજકાલ લક્ઝરી કાર, શણગારેલી ઘોડી અને હેલિકોપ્ટરમાં પણ લગ્નનો ટ્રેન્ડ છે પણ રાકેશજીની સાદગીનું શું કહેવું… લગ્ન માટે હાર્દિક અભિનંદન.

માત્ર 15 સેકન્ડના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ ટ્રેન્ડ જૂનો છે. અગાઉ પણ લગ્ન બળદગાડામાં જતા અને કન્યા પણ બળદગાડામાં જ આવતી. હવે સમય અને સુવિધાઓ વધી છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘શાનદાર. સુંદર રીત. ગ્રામીણ જીવનની ઓળખ એવા લગ્ન જેવા પ્રસંગોએ બળદગાડાનો ઉપયોગ કરવો એ ખરેખર સુખદ અનુભૂતિ છે.

આ પણ વાંચો: Viral Video: સંગીત સાંભળતા શિયાળના આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી, પાર કર્યા 10 મિલિયનથી વધુ વ્યૂઝ

આ પણ વાંચો: Viral Video : બિલાડીને કિસ કરવા માંગતી હતી મહિલા, અચાનક શ્વાને આવીને કર્યુ એવું કે વીડિયો જોઇ તમારો દિવસ બની જશે

Next Article