Viral : ગોલ બચાવા માટે ખેલાડીએ ગજબની ટ્રિક અપનાવી, લોકોએ કહ્યું ‘શરાફતથી સાઈડ લગાવી દિધો’
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને મજાકમાં કેપ્શનમાં લખ્યું, ''દિમાગ લગાવવુ આને કહેવાય''. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે
વિશ્વમાં વિવિધ પ્રકારની રમતો રમાય છે, પરંતુ જે રમતો લોકોને સૌથી વધુ ગમે છે તેમાં ફૂટબોલ, ક્રિકેટ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ વધુ છે, પરંતુ મોટાભાગના દેશો એવા છે જ્યાં લોકો ફૂટબોલને વધુ પસંદ કરે છે. જો તમે ફૂટબોલ (Football) મેચ જોઈ હોય, તો તમે સારી રીતે જાણતા હશો કે તે કેટલી રોમાંચક છે. ખેલાડીઓ દરેક ગોલ માટે દોડતા રહે છે અને પરસેવો પાડતા હોય છે. ત્યારે ગોલકીપર ગોલ બચાવવા માટે ચિંતિત હોય છે. તેમનું તમામ ધ્યાન ખેલાડીઓ પર રહે છે, તેથી ફૂટબોલમાં ગોલકીપરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ગોલ થતાં અટકાવે છે. આજકાલ ફૂટબોલ અને ગોલ સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બધાની નજર ફૂટબોલ પર ટકેલી છે. એક ખેલાડી અન્ય વિરોધીઓને મ્હાત કરતી વખતે કોઈક રીતે બોલને ગોલ પોસ્ટમાં ફટકારે છે, પરંતુ ગોલકીપર ઉપરાંત વિરોધી ટીમનો એક ખેલાડી પણ ગોલ પોસ્ટ પર ઊભો હોય છે, જે ફૂટબોલને તેના માથા વડે અટકાવે છે અને ગોલ થવા નથી દેતો. પછી તે તેના માથા પર હાથ ફેરવે છે. ફૂટબોલ તેના માથા પર કદાચ વાગ્યો હશે.
“दिमाग लड़ाना” इसे कहते हैं 😅 pic.twitter.com/vQaB97dJEN
— Dipanshu Kabra (@ipskabra) February 15, 2022
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો અને મજાકમાં કેપ્શનમાં લખ્યું, ‘દિમાગ લગાવવુ આને કહેવાય’. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3600થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકોએ વીડિયો જોયા પછી વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘હેડ એક્સપ્લોડ’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘કપાળ પર ટેટૂ બની ગયું’. તે જ રીતે, અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘બાય ધ વે, જોરદાર દિમાગ લગાવ્યો , જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ખેલાડીએ ફૂટબોલને શરાફતથી સાઇડમાં સરકાવી દીધો.
આ પણ વાંચો: યુએસ પ્રમુખ જૉ બાઈડનની વ્લાદિમીર પુતિનને ખુલ્લી ચેતવણી, રશિયા હુમલો કરશે તો જડબાતોડ જવાબ મળશે
આ પણ વાંચો: માઘી પૂર્ણિમાએ અજમાવો આ સરળ ઉપાય, દાંપત્યજીવનમાં આવશે મધુરતા !