Weird food: જેમને લાડુ ગમે છે, તેઓ આ વીડિયો ના જૂઓ, વીડિયો જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

જો તમે પણ મોતીચૂર લાડુ ખાવાના શોખીન છો તો આ વાયરલ વીડિયો તમારા જોખમે જૂઓ. કારણ કે એક વ્યક્તિએ લાડુનો પ્રયોગ કરીને તેને એવું સ્વરૂપ આપ્યું છે, જે તમે ભાગ્યે જ સહન કરી શકશો.

Weird food: જેમને લાડુ ગમે છે, તેઓ આ વીડિયો ના જૂઓ, વીડિયો જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 3:31 PM

હવે એવું લાગે છે કે આ દિવસોમાં શેરી વિક્રેતાઓમાં વિચિત્ર ખોરાક સંયોજનો (Weird food combinations) માટે રેસ છે. ક્યારેક તેઓ ઢોસામાંથી આઈસ્ક્રીમ રોલ બનાવે છે, તો ક્યારેક તેઓ પાણીપુરીમાં મેગી નાખીને લોકોને સર્વ કરે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને તમારું લોહી ઉકળી શકે છે.

મિલ્કશેકવાળા (Milkshake) ભાઈએ લાડુઓ પર કરવામાં આવેલો અત્યાચાર જોઈને તમે પણ ગુસ્સે થઈ જશો. આ વ્યક્તિએ મોતીચૂર લાડુ સાથે મિલ્કશેક (Laddu Milkshake) બનાવ્યો છે. જેનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક યુઝરે ગુસ્સામાં આવીને એમ પણ કહ્યું છે કે, ‘હવે મેગી, સમોસા, પિઝા, કચોરી… આ બધા સાથે મિલ્કશેક પણ બનાવો ભાઈ.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો તમે પણ મોતીચૂર લાડુ ખાવાના શોખીન છો તો આ વાયરલ વીડિયો તમારા જોખમે જુઓ. કારણ કે એક વ્યક્તિએ લાડુનો પ્રયોગ કરીને તેને એવું સ્વરૂપ આપ્યું છે, જે તમે ભાગ્યે જ સહન કરી શકો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિક્રેતા પહેલા ચણાનો લોટ અને મોતીચૂરના લાડુને મિક્સર ગ્રાઇન્ડરની બરણીમાં મૂકે છે. આ પછી તેમાં દૂધ, ખાંડ અને ક્રીમ નાખીને બરાબર મિક્ષ કરી લે છે. આ પછી કહે છે- લો તમારા લાડુ મિલ્કશેક તૈયાર છે. હવે આ વીડિયો જોયા બાદ લાડુ અને મિલ્કશેક પ્રેમી બંને આઘાતમાં છે.

તો ચાલો જોઈએ આ વીડિયો…

આ અજીબો-ગરીબ ફૂડ કોમ્બિનેશન રેસિપી ધરાવતો વીડિયો Instagram પર foodie_blest એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું – પ્રયોગ કેવો રહ્યો? લાડુ મિલ્કશેક પછી હવે આ કેપ્શને લોકોને એટલો બધો ચીડવ્યો છે કે તેઓ દુકાનદાર પર વધુ હુમલાખોર બની ગયા છે. દરેક જણ તેને કોસતા હોય તેવું લાગે છે.

આ વીડિયો જોયા પછી દરેક લોકો દુકાનદારને ઉગ્રતાથી કહી રહ્યા છે. એક યુઝર કહે છે કે આ ગુના માટે તમને નર્ક પણ નહીં મળે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે કે, ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. અન્ય એક યુઝર કહે છે કે, ભાઈ તમે આ બધું કેમ કરો છો, જ્યારે લોકોને તે પસંદ નથી. એકંદરે, મોતીચૂર લાડુ સાથેનો મિલ્કશેક લોકોને બિલકુલ પસંદ નથી આવ્યો.

આ પણ વાંચો: Viral: સ્ટ્રીટ વેન્ડર્સે વડાપાવની બનાવી આઈસ્ક્રીમ, વીડિયો જોઈ લોકો ભડક્યા, કહ્યું ‘હાય લાગશે’

આ પણ વાંચો: Viral: શખ્સે સ્કૂટીના સાઈલેન્સરમાં તૈયાર કર્યા પોપકોર્ન, યુઝર્સ બોલ્યા ‘આજ જોવાનું બાકી રહી ગયું હતું’

g clip-path="url(#clip0_868_265)">