Weird News : સુંદર દેખાવા માટે 2 બહેનોએ ખર્ચી નાખ્યાં 1 કરોડ, હવે દેખાય છે બાર્બી ડોલ જેવી

જોડિયા બહેનોએ પોતાનો દેખાવ બદલવા માટે પ્લાસ્ટિક સર્જરી પર એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. તેમણે એવું પરિવર્તન કર્યું છે કે તેઓ વાસ્તવિક જીવનમાં બાર્બી જેવી દેખાવા લાગી છે.

Weird News : સુંદર દેખાવા માટે 2 બહેનોએ ખર્ચી નાખ્યાં 1 કરોડ, હવે દેખાય છે બાર્બી ડોલ જેવી
Twin sisters who have spent One crore rupees on surgery to look beautiful
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:55 AM

મજાક ઉડાવતી વખતે કોઈ વિચારતું નથી કે સામેની વ્યક્તિ પર તેની શું અસર થતી હશે. આવું જ કંઇક ઇંગ્લેન્ડની એક જોડિયા બહેનો સાથે થયું. લોકો તેમન જાડાપણા અને વાળ માટે બાળપણથી તેને ટોણો મારતા હતા. આ કારણે બંને ડિપ્રેશનમાં રહેવા લાગી. પરંતુ મોટા થઈને બંને બહેનોએ પોતાને એવી ટ્રાંસફોર્મ કરી કે જે લોકો એક સમયે તેમને ચીડવતા હતા હવે તેઓ તેને સુંદર કહીને તેને કોમ્પ્લિમેન્ટ આપે છે.

એક અહેવાલ મુજબ, જોડિયા બહેનોએ પોતાનો દેખાવ બદલવા માટે પ્લાસ્ટિક સર્જરી પર એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. તેમણે એવું પરિવર્તન કર્યું છે કે તેઓ વાસ્તવિક જીવનમાં બાર્બી જેવી દેખાવા લાગી છે. હવે આ પરિવર્તન પછી બંને બહેનો દર મહિને 10 લાખ રૂપિયા કમાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, બંને બહેનો એડલ્ટ મોડલ બની છે. બંને બહેનો ડબલ ડી નામથી પ્રખ્યાત છે.

બંને બહેનો જણાવે છે કે બાળપણમાં લોકો સ્કૂલમાં તેમના દેખાવ અને વાળના રંગને લઈને ટોણા મારતા હતા. વાસ્તવમાં, સફેદ વાળ અને ભમર અને પાંપણો સફેદ હોવાને કારણે લોકો તેમને દાદી દાદી બોલાવીને ચીડવતા હતા. આ કારણે બહેનો એટલી ડિપ્રેશનમાં જતી રહી કે તેઓ પોતાના ચહેરાને ધિક્કારવા લાગી. જો કે, તેમણે હિંમત હારી નહીં અને તેને તેની નબળાઇ ન બનવા દીધી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોડિયા બહેનોએ જણાવ્યું હતું કે શાળા પૂરી કર્યા પછી, તેઓએ પ્રથમ ડાન્સ શીખ્યો. પછી કોરોના સમયગાળા દરમિયાન તેમણે નોકરી ગુમાવ્યા બાદ તે ઓનલી ફેન્સમાં જોડાઈ. જોડિયા બહેનોનું કહેવું છે કે તેઓએ યુકેમાં તેમની સર્જરી પાછળ એક કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ બહેનોએ હોઠની સર્જરીથી લઇને શરીરના તમામ ભાગો પર પ્લાસ્ટિક સર્જરી કરી છે. જોકે, તેઓ આનાથી પણ સંતુષ્ટ નથી. તે કેટલીક વધુ સર્જરી કરવા માંગે છે.

આ પણ વાંચો –

Photos : યામી ગૌતમે શેર કરી પોતાની ગ્લેમરસ તસવીરો, જણાવ્યુ કે તે ઘણા વર્ષોથી ચામડીના રોગ સામે લડી રહી છે

આ પણ વાંચો –

Birthday Special : હિન્દી જ નહીં આ ભાષાઓમાં પણ એક્ટિંગનો જાદૂ ચલાવી ચૂક્યા છે આદિલ, જાણો ખાસ વાતો

આ પણ વાંચો –

Drugs Case: આર્યન ખાનની ધરપકડ બાદ, સમીર વાનખેડે કહ્યું – ફેમસ હોવાને કારણે નિયમો તોડવાનો અધિકાર મળતો નથી…

g clip-path="url(#clip0_868_265)">