AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: લગ્નના મંડપમાં વરરાજા ખાઇ રહ્યો હતો ગુટખા, જાણો પછી દુલ્હને શું કર્યુ ?

વાયરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. વીડિયોમાં દૂલ્હનનુ રૌદ્ર સ્વરુપ જોઇ થોડી વાર માટે તો તમે પણ ચોંકી જશો.

Viral Video: લગ્નના મંડપમાં વરરાજા ખાઇ રહ્યો હતો ગુટખા, જાણો પછી દુલ્હને શું કર્યુ ?
bride slaps Groom
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 7:17 PM
Share

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નના વીડિયો (Video) ભરપૂર છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, વિવિધ પ્રકારના લગ્નના વીડિયો છવાયેલા રહે છે. જ્યારે અમુક વીડિયો એટલા રમુજી હોય છે કે આપણે હસવાનું રોકી શકતા નથી. ઘણા વિડીયો એટલા ઇમોશનલ હોય છે કે તમારી આંખમાં આંસુ આવી જાય છે.આવો જ વાયરલ થઇ રહેલો આ વીડિયો જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. વીડિયોમાં દૂલ્હનનુ રૌદ્ર સ્વરુપ જોઇ થોડી વાર માટે તો તમે પણ ચોંકી જશો.

સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નનો એક જોરદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મંડપમાં લગ્નની વિધી વચ્ચે ગુટખા ચાવી રહેલા વરરાજા પર દુલ્હનની નજર પડે છે. જે બાદ દુલ્હને વરરાજાને થપ્પડ માર્યો.આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લગ્નની વિધિઓ ચાલી રહી છે અને વર અને કન્યા મંડપમાં બેસીને પૂજા કરી રહ્યા છે. તેનો પરિવાર અને સંબંધીઓ તેની આસપાસ બેઠા છે.પછી દુલ્હન અચાનક લગ્નમાં હાજર વ્યક્તિ સાથે દલીલ કરવાનું શરૂ કરે છે અને પછી તેને થપ્પડ મારે છે.તે પછી કન્યા તેના વરરાજા તરફ જુએ છે અને તેની સામે બૂમ પાડે છે અને તેને ખૂબ જ થપ્પડ મારે છે

વીડિયો જોઇને ખબર પડે છે કે જ્યારે દૂલ્હનને ખબર પડી કે તેનો થવાવાળો પતિ મંડપમાં ગુટખા ચાવી રહ્યો હતો તો તે ગુસ્સે થઇ ગઇ. દૂલ્હન પહેલા વરરાજાને થપ્પડ મારે છે અને પછી ગુટખા થૂંકવાનુ કહે છે. ડરેલો વરરાજા ઉભો થાય છે પછી ગુટખા થૂકે છે અને પછી લગ્ન-મંડપમાં બેસે છે. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઇ ચોક્કસ જાણકારી સામી આવી નથી.

ઇન્સ્ટાગ્રામ પર આ વિડિઓ official_niranjanm87 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ન માત્ર તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પરંતુ અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.લોકોનું કહેવું છે કે આ વરરજા ફરી ક્યારેય ગુટખાને અડશે નહીં. તમે પણ આ વીડિયો જોયા પછી હસવાનું રોકી શકશો નહીં.

આ પણ વાંચો ભારત વિરૂદ્ધ કોઈ ષડયંત્ર રચવામા પડ્યા છે જૈશનાં આતંકવાદી? તાલિબાનીઓ સાથે કરી બેઠક, પાકિસ્તાનની સ્થિતિ પર પણ નજર

આ પણ વાંચોOnline Games : મોડી રાત સુધી ઓનલાઈન ગેમ રમનારા ચેતી જજો, ઉંઘ પુરી ન થવાથી કિશોરનું મોત !

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">